હવામાન વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, બંગાળની ખાડીમાં તૈનાત કરવામાં આવેલા નેવીના વિમાન, માછીમારોને બુલબુલ વાવાઝોડાને જોતા ચેતવણી આપતા તેમણે નજીકના બંદરે આશરો લેવાની સલાહ આપી હતી.
'બુલબુલ' વાવોઝોડા માટે નેવી તૈયાર - indian navy
કોલકત્તા: બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે બુલબુલ વાવાઝોડું સર્જાયું છે. પશ્વિમ બંગાળ અને ઓડિશામાં બુલબુલ વાવાઝોડાની સંભાવના છે. ભારતીય નેવી પોતાના વિમાનો અને ત્રણ જહાજોને વાવાઝોડાથી બચાવવા માટે તૈનાત થયા છે.
bulbul
પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય નેવીના ત્રણ જહાજને રાહત સામગ્રીની સાથે વિશાખાપટ્ટનમમાં તૈનાત કરવામાં આવ્યા છે. જેથી પ્રભાવિત વિસ્તારોમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરુ કરી શકાય.
ઓડિશા અને પશ્વિમ બંગાળમાં રાહત કાર્યના ડોક્ટરોના દળને તૈયાર રાખવામાં આવ્યો છે.