ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતના નૌકાદળને લઈ ‘તરકશ’ પહોંચ્યુ સ્વીડન, સમુદ્રી સહયોગ પર થશે વાટાઘાટો - ship

નવી દિલ્હી: ભારતીય નૌકાદળનું વહાણ (તરકશ) સ્વીડનના કાર્લસ્ક્રોલના પોર્ટ પર ત્રણ દિવસની સફર બાદ પહોંચ્યું છે. ભારતીય નૌકાદળ સેના અને સ્વીડિશ આર્મી વચ્ચે દરિયાઇ સહકાર પર વાટાઘાટો થશે.

ભારતના નૌકાદળને લઈને તશકર પહોંચ્યુ સ્વીડન, સમુદ્ર સહકાર પર વાટાઘાટો

By

Published : Jul 20, 2019, 10:34 AM IST

Updated : Jul 20, 2019, 12:58 PM IST

ભારતીય નૌકાદળનું તરકશ વહાણ 15 વર્ષમાં પહેલી વખત સ્વીડિશની મુલાકાતે છે. આ યાત્રા ભારતીય નૌકાદળના 'બ્રિજ ઑફ ફ્રેન્ડશિપ'ના નિર્માણના હેતુ અને દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત બનાવવાના હેતુના ભાગ રૂપે છે. આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે દરિયાઇ સહકાર વધારવા અને રમતગમત અને સામાજિક સંબંધોને મજબૂત બનાવવા માટે વાટાઘાટો થશે.

ભારતના નૌકાદળને લઈને તશકર પહોંચ્યુ સ્વીડન, સમુદ્ર સહકાર પર વાટાઘાટો

આ યાત્રા ભારતીય નૌકાદળના 'બ્રિજ ઓફ ફ્રેન્ડશિપ' બનાવવા અને મૈત્રીપૂર્ણ દેશો સાથે આંતરરાષ્ટ્રીય સહકારને મજબૂત બનાવવાના હેતુનો એક ભાગ છે.

વર્તમાન મુલાકાત ભારતની શાંતિપૂર્ણ હાજરી અને મૈત્રીપૂર્ણ દેશો સાથે એકજુટતા રેખાંકિત કરે છે. આ યાત્રામાં દરીયાય પટ્ટી પર આવતા અવરોઘ સામનો કરવા ભારત અને સ્વીડનની વાટાઘાટો કરવામાં આવશે. જેની કમાંડ ISN તારકેશ, કેપ્ટન સતીશ વાસુદેવ પાસે છે.

આ વહાણ ભારતીય નૌકાદળના પશ્ચિમી જૂથનો ભાગ છે અને ફ્લેગ ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફએ પશ્ચિમી નૌકાદળના સંચાલક છે. ભારત અને સ્વીડન વચ્ચેની ઘણી ઉચ્ચ સ્તરની દ્વિપક્ષીય બેઠકો અને વાટાઘાટો થઈ છે, જેના પરિણામે વ્યાપક સ્પેક્ટ્રમના સંબંધમાં ઝડપી વધારો થયો છે.

Last Updated : Jul 20, 2019, 12:58 PM IST

ABOUT THE AUTHOR

...view details