ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેવી ડે: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સૈનિકોને પાઠવી શુભેચ્છા, યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ - ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ નૌસૈનિકોને સાહસ અને પરાક્રમને બિરદાવતા બુધવારે એટલે કે આજે નેવી ડે પર શુભકામના પાઠવી છે.

નેવી ડે: યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પાઠવી શુભેચ્છા
નેવી ડે: યુદ્ધ સ્મારક પર સૈનિકોને શ્રદ્ધાંજલિ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પાઠવી શુભેચ્છા

By

Published : Dec 4, 2019, 9:55 AM IST

નાયડૂએ ટ્વીટ કર્યુ કે, ' નેવી ડે ને લઇને નૌસૈનિકો, અધિકારીઓ, તેના પરિજનો તથા ભૂતપૂર્વ નૌસૈનિકોને હાર્દિક શુભકામના. તમે દેશની દરીયાઇ સીમાઓ અને દરિયાના જાગૃત રક્ષક છો.’

આંતરીક પરીસ્થિતીના સમયે પણ રાહત કાર્યમાં નૌસેનાના યોગદાનની વાત કરતા નાયડુએ કહ્યું કે, 'હોનારત સમયે પણ રાહત કામગીરીમાં તેની ભૂમિકા મહત્વની હોય છે.’

પર્યાવરણ વન અને જલવાયુ પ્રધાન પ્રકાશ જાવડેકરે પણ નેવી ડે ને લઇને શુભકામના પાઠવતા જણાવ્યું કે, 'સાહસ અને પરાક્રમથી દેશને સુરક્ષિત રાખનારા નૌસેનાના તમામ સૈનિકોને શુભકામના. નૌસેના પર અમને ગર્વ છે.’

ABOUT THE AUTHOR

...view details