નવી દિલ્હી: પૂર્વી લદાખમાં નિયંત્રણ રેખા પર ચીન સાથે અથડામણ વચ્ચે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોના કાફલાએ પરમાણું ક્ષમતાથી લઈ લૈસ યૂએસએસ નિમિત્ઝની આગેવાનીમાં અમેરિકી નૌકાદળના એક સમૂહની સાથે અંદમાર-નિકોબાર ટાપુ કિનારે સૈન્ય અભ્યાસ શરુ કર્યો હતો. નિમિત્ઝ હાલ હિન્દ મહાસાગરમાં તૈનાત છે અને આંદમાન અને નિકોબાર ટાપુ તટે યુદ્ધાભ્યાસ કરી રહી છે.
આ અંગે અધિકારીએ કહ્યું કે, ભારતીય નૌકાદળના 4 અગ્રણી યુદ્ધ જહાજોએ 'પાસેક્સ' યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો છે. આ યુદ્ધાભ્યાસ એવા સમયે થયો છે. જ્યારે અમેરિકી કૈરિયર સ્ટ્રાઈક ગ્રુપ દક્ષિણ ચીન સાગરથી લઈ હિંદ મહાસાગર પસાર થઈ રહી છે. USS નિમિત્ઝ (USS Nimitz) દુનિયાનું સૌથી મોટું યુદ્ધ જહાજ છે અને બંન્ને સૈન્ય વચ્ચે આ કવાયતનું મહત્વ વધ્યું છે. કારણ કે, એવા સમયે યુદ્ધ અભ્યાસ થઈ રહ્યો છે. જ્યારે પૂર્વ લદ્દાખ અને દક્ષિણ ચીન સમુદ્રમાં ચીની સૈન્ય આક્રમક વલણ અપનાવી રહ્યું છે.