ન્યૂઝ ડેસ્ક : આજકાલ વિશ્વમાં વધતુ જતુ સ્થળાંતર સૌનું ધ્યાન ખેંચી રહ્યુ છે. અગમ્યતા, કટોકટી, આંટીઘુંટીના સાથે મિશ્રિત આંતરરાષ્ટ્રીય સ્થળાંતરના પડકારો અને મુશ્કેલીઓ માટે દેશો અને પ્રદેશો દ્વારા વિસ્તૃત સહયોગ અને સામૂહિક પગલા ભરવાની જરુર છે.
આ સ્થાળાંતરિત વ્યક્તિઓને યાદ કરવાનો અને તેમના અધિકાર અને ગૌરવને માન આપવાની જરુરિયાતને પુનરાવર્તિત દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આશરે 272 મિલિયન સ્થળાંતર કરનારાઓને માન્યતા આપવા માટે આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. જે લોકો આજે આપણા બધા સમાજના અભિન્ન એવા સભ્યો છે.
ભારતમાં સ્થળાંતરના મુખ્ય આંકડા | |
પરદેશગમન અને હિજરત | |
વર્ષ 2019માં આંતતરાષ્ટ્રીય રીતે પરદેશગમન થનાર લોકોના આંકડા ( યુએન ડીઇએસએ) | 5.2 મિલિયન |
વર્ષ 2019ના મધ્ય માં કુલ વસ્તીના ટકાવારી તરીકે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર થયેલાનું પ્રમામ (યુએન ડીસા, 2019) | 0.40% |
ચોખ્ખા સ્થળાંતરિત (સ્વદેશગમન ઓછા પ્રવાસીઓ ) પાંચ વર્ષ પહેલાના ( યુએન ડીઇએસએ , 2019) | 2.7 મિલિયન |
વર્ષ 2019 ના મધ્યમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની સખ્યાં સ્ત્રીઓનો સ્થળાંતર થવાનો હિસ્સો.(યુએન ડીઇએસએ , 2019) | 48.80% |
વર્ષ 2019 ના મધ્યભાગમાં સ્થળાંતરકારોની કુલ સંખ્યા. (યુએન ડીઇએસએ , 2019) | 17.5 મિલિયન |
વર્ષ 2000 થી 2019 ની વચ્ચે કુલ વસ્તીના સ્થળાંતર કરનારાઓના પ્રમાણનો તફાવત. (યુએન ડીઇએસએ , 2019) | 0.2 ટકા |
Share of international migrants 19 years and younger residing in the વર્ષ -૨૦૧9ના વચગાળામાં દેશ / પ્રદેશમાં વસતા 19 વર્ષીય કે યુવાનોનો આંતરરાષ્ટ્રીય સ્થળાંતરકારોમાં હિસ્સો. (યુએન ડીઇએસએ , 2019) | 8.30% |
વર્ષ 2019 ના મધ્યભાગમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરકારોમાં 65 વર્ષ અને તેથી વધુની ઉમરની લોકોનો હિસ્સો (યુએન ડીઇએસએ , 2019) | 20.70% |
દબાણ પૂર્વક સ્થાંળાતરિત | |
યજમાન દેશમાં શરણાર્થીઓની કુલ સંખ્યા (યુએનએચસીઆર, 2020) | 195.1 હજાર |
મૂળ દેશ દ્વારા શરણાર્થીઓની કુલ સંખ્યા (યુએનએચસીઆર, 2020) | 12 હજાર |
વિકાસ | |
અંગત રીતે નાણાં મોકલનારની ટકાવારી (જીડીપી મુજબ) વર્લ્ડ બેંક 2020ના ડેટા મુજબ | 2.80% |
દેશમાંથી (200 ડોલરના% માં) અન્ય દેશમાં નાણા મોકલવા માટેની સરેરાશ કિંમત (વર્લ્ડ બેંક, 2020) | 2.40% |
સૌજન્યઃ માઇગ્રેશન ડેટા પોઇન્ટ |
સ્થળાંતર કરનારાઓ પર COVID-19 મહામારીની અસર
સ્થાળાંતર કરનારાઓમાં ખાસ કરીને ઓછા પગારની નોકરી વાળા હતા.જેમાં પહેલેથી અસરગ્રસ્ત દેશોમાં અને કોવિડ 19ની મહામારી ફેલાતી હોય તેવામાં સૌથી વધુ સંવેદનશીલ થઇ શકે છે. પરંતુ, જટિલ ક્ષેત્રોમાં કામ કરતા લોકો કોવિડ 19માં સ્થળાંતરમાં મહત્વની ભુમિકા ભજવે છે.
3જી નવેમ્બર 2020 સુધીમાં કોવિડ-19ના કેસની સૌથી વધુ સંખ્યા ધરાવતા 20 દેશોમંથી સ્થળાંતર કરનારાઓ કુલ સંખ્યા આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ 28 ટકા હિસ્સો ધરાવે છે. અને વર્ષ 2019માં વૈશ્વિક સ્તરે 37 ટકા લોકોએ તેમના મુળ દેશમાં નાણાં મોકલ્યા હતા.(ડીઇએસએ, 2019 ના આધારે જીએમડીએસી વર્લ્ડ બેંક 2020 અને ડબ્લ્યુએચઓ, 2020નું વિશ્લેષણ)
કોવિડ -19 કેસની સૌથી વધુ સંખ્યા ધરાવતા 20 દેશો પૈકી 12 દેશોમાં વસ્તીમાં ઓછામાં ઓછા 4.5. ટકાનો હિસ્સો સ્થળાંતરિત કરનારનો છે, અને આ હિસ્સો 8 દેશોમાં 10 ટકાથી વધુનો છે (ડીઇએસએ, 2019 ના આધારે જીએમડીએસી વર્લ્ડ બેંક 2020 અને ડબ્લ્યુએચઓ, 2020નું વિશ્લેષણ).
કુલ વસ્તીના 3.5 ટકા જેટલા આંતરરાષ્ટ્રીય સ્થળાંતરકારોના વૈશ્વિક હિસ્સાની સરખામણીમાં, આ દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્થળાંતરિત લોકોની રજૂઆત વધુ પ્રમાણમાં કરવામાં આવી હતી.
સરહદના વધતા પ્રતિબંધોને કારણે અન્ય દેશોમાં જતા લોકોની ગતિશીલતા અને માનવતાવાદી સંગઠનોની ભૂમિકા પર પણ અસર કરી છે. 11 માર્ચ 2020 દરમિયાન, જ્યારે ડબ્લ્યુએચઓએ COVID-19 ને રોગચાળો જાહેર કર્યો, અને 26 ઓક્ટોબર 2020, વિશ્વભરમાં અમલમાં મુકવામાં આવેલા હેરફેર પર લાગેલા પ્રતિબંધોની સંખ્યા વધીને 96,000 કરતા વધારે થઈ ગઈ હતી. તે જ સમયે, 167 દેશો, પ્રદેશો અથવા વિસ્તારોએ આ પ્રતિબંધોને 681 અપવાદો જારી કર્યા છે, આમ ગતિશીલતાને સક્ષમ કરે છે. આ સમયે 167 જેટલા દેશોએ પ્રતિબંધો પર 681 જેટલા અપવાદો જાહેર કર્યા છે. જે સ્થાળાંતરની ગતિશીલતા માટે સક્ષમતા છે.
સ્થળાંતર કામદારોમાં કોવિડ-19
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન 2018ના ડેટા મુજબ વર્ષ 2017માં 164 મિલિયન જેટલા કામદારો સ્થળાંતરિક કરનારામાં હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. કુલ 20 ટકા સ્થળાંતરિત કરનારા કામદારો પૈકી 17.8 ટકા કામદારો દક્ષિણ અમેરિકા, ઉત્તર, દક્ષિણ અને પૂર્વ યુરોપિયીય દેશોના છે.
તેથી પાંચ પૈકી એક વ્યક્તિ અસરગ્રસ્ત છે. તે તેમના જીવન નિર્વાહ દરમિયાન નોકરી અને વ્યવસાય ગુમાવવા જેવી બાબતો અસર કરે છે. ખાસ કરીને બંધ અને લોકડાઉનથી અસરગ્રસ્ત લોકોમાં પ્રથમ ક્રમાક પર હોય શકે. વધુ વસ્તી ધરાવતી વિસ્તારોમાં રહેતા સ્થળાંતરિત કામદારો કોવિડ-19ના ફેલાવવાનું જોખમ ઉભુ કરે છે.
વર્ષ 2013માં વિશ્વભરમાં અંદાજે 11.5 મિલિયન સ્થાળાંતરિત સ્થાનિક કામદારોમા હતા.જેમાંથી 8.5 મિલિયન મહિલાઓ હતી. કોવિડ 19ના સમયમાં ચેપ લાગવાથી સંક્રમણ વધે છે. પરિણામે કામદારોને આવક ગુમાવવી પડે છે. કારણ કે આ બાબત કામ આપનારની સાથે જોડાયેલી છે. દેશોની સરહદો બંઘ થઇ અને આર્થિક અવરોધો વચ્ચે તેમના મુળ દેશોમાં કામદારોને પરત ફરવુ શક્ય નથી. ત્યારે કામદારો આવક અને અન્ય બાબતો ગુમાવતા ફસાઇ જાય છે.
નાણાં ઘરે મોકલવા
20 નવેમ્બર 2020માં ( વિશ્વ બેંક 2020 પર આધારિત ડીએમડીએસી વિશ્લેષણ મુજબ) કોવિડ 19ના સૌથી વધુ કેસ 10 દેશોમાં હતા. તે દેશોમાં વર્ષ 2019 મુજબ તમામ પ્રકારના નાણાંની આવકના 37 ટકા જેટલુ થતુ હતુ.
વૈશ્વિક સ્તરે સૌથી વધુ કોવિડ-19ના કેસ ધરાવતા 20 દેશો પૈકી સાત દેશોમાં સૌથી વધુમાં અસર હતી. જેમાં અમેરિકા, ભારત, રશિયા, ફ્રાંસ, યુનાઇટેડ કિંગડમ ક, ઇટાલી અને જર્મની જેવા દેશોનો સમાવેશ થાય છે કે જ્યાં સૌથી વધુ પૈસા અન્ય દેશોમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2018માં કરાયેલા વૈશ્વિક ટ્રાન્સફરના 23 ટકા હતા.
કોવિડ-19 મહામારી પહેલા વિશ્વ બેંક વર્ષ 2019માં અંદાજ મુક્યો હતો રે 2020ના અંત સુધીમાં ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 574 અબજ યુએસ ડોલર મોકલવાના હતા. પરંતુ, નોકરી ગુમાવવા , લોકડાઉનના કારણે અન્ય ધંધા બંધ થતા નાણાં મોકલવામાં મુશ્કેલીની નોંધપાત્ર અસર હવે જણાશે.
ઓક્ટોબરમાં એક અંદાજ મુજબ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 508 બિલિયન યુએસ ડોલરની આવક ધરાવતા દેશોમાં 2020ની સરખામણીમાં 2021માં ઘટીને 470 યુએસ બિલિયન ડોલર થવાની સંભાવના એક નાણાંકીય સંસ્થાએ વ્યક્ત કરી છે.