ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઉજવી રહ્યા છે 31મો જન્મદિવસ - વિરાટ કોહલી જન્મદિવસ

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મંગળવારના રોજ પોતાનો 31મો જન્મદિવસ મનાવી રહ્યા છે. દુનિયાભરથી કોહલીના પ્રશંસકો પોતાના પસંદગીના ક્રિકેટરને સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વિરાટ કોહલી

By

Published : Nov 5, 2019, 9:36 AM IST

કોઈપણ ખેલાડીની મહાનતાનો અંદાજ તેના દ્વારા લગાવી શકાય છે કે, તેની સાથે કેટલા કિસ્સા જોડાએલા છે. ભારતીય ક્રિકેટ ટીમના હાલના કપ્તાન વિરાટ કોહલી પણ મહાન બનવાની આ જ રાહ પર આગળ વધી રહ્યા છે. કારણકે, તેમની કારકિર્દી માત્ર કિસ્સા અને કહાનીથી જ નહીં, પણ ઘણા મોટા રેકોર્ડથી ભરેલી છે.

વિરાટ ક્રિકેટની દરેક કહાનીમાં નાયકના રૂપમાં એકદમ ફિટ બેસે છે. પછી તેઓ ખેલાડીની ભૂમિકામાં હોય કે પછી કપ્તાની હોય. વર્ષ 2008માં માત્ર 19 વર્ષની વયમાં ટીમ ઇન્ડિયા માટે ડેબ્યૂ કરનારા વિરાટે ખુબ જ ઓછા સમયમાં ક્રિકેટની તે ઉચ્ચાઇ સુધી પહોંચી ગયા છે કે ઘણા ક્રિકેટરો તેમની સમગ્ર કારકિર્દીમાં પણ ત્યાંસુધી પહોંચી નથી શકતા. આવા મહાન ખેલાડી અને ભારતીય કેપ્ટન કોહલીનો આજે 31 મો જન્મદિવસ છે.

વિરાટ કોહલીનો 31મો જન્મદિવસ

વિરાટ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં 50થી પણ વધારે સરેરાશ સાથેનો 'દુર્લભ' ખેલાડી છે. વિરાટને ટીમ ઈન્ડિયા તરફથી રમતા 11 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ સમય દરમિયાન વિરાટે રમતની સાથે- સાથે ફિટનેસમાં પણ આગળ જોવા મળે છે. આથી જ વિરાટ યુવા ખેલાડીઓ માટે જીવતું જાગતું ઉદારણ પુરૂ પાડે છે.

વિરાટ કોહલી

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના પગલે ચાલી વિરાટ ક્રિકેટમાં તે તેમના તબક્કા સુધી પહોંચી ગયો છે. જ્યાંથી દરેક મોટો રેકોર્ડ પણ નાનો લાગે છે. આ વિરાટની શાનદાર ખેલનું પરિણામ છે કે તેના વિરોધી પણ તેમના વખાણ કરતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details