નવી દિલ્હી: ભારત અને ચીનની સેના વચ્ચે ઘર્ષણ થયું હતું. શનિવારે સિનો-ઈન્ડો બોર્ડર પર સિક્કિમ સેક્ટરમાં નાકુ લા નજીક થયેલી અથડામણમાં ઘણા જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
ભારત-ચીનની સરહદ પર બન્ને દેશના જવાનો વચ્ચે ઘર્ષણ - સેના જવાનો
ભારતીય સેના અને ચીની સેના વચ્ચે શનિવારે ઉત્તર સિક્કિમ નજીક ઘર્ષણ થયું હતું. નાકુ લા સેક્ટર નજીક 5,000 મીટરથી વધુની ઉંચાઈ પર થયેલા ઘર્ષણમાં સેના જવાનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ મામલે સ્થાનિકોએ દખલ કરી શાંત કરાવ્યો હતો.
સિનો-ઈન્ડો બોર્ડર
સ્થાનિક લોકોની મધ્યસ્થી બાદ સેના જવાનો વચ્ચે સમાધાન થયું હતું.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સેના સ્થાપના પ્રોટોકોલ મુજબ આવી બાબતોનું પરસ્પર નિરાકરણ લાવવામાં છે. આવી ઘટના લાંબા સમય બાદ ઘટી છે.