જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સેના અને પોલીસે ધાર્મુડ ગામ અને તેની આસપાસના વિસ્તારોનો ઘેરાવો કર્યો છે અને સર્ચ ઓપરેશન પણ ચાલુ કર્યું હતું. જે મળતી માહિતી મુજબ હાલમાં પુર્ણ થઇ ગયું છે. જેમાં સેનાને સફળતા મળી છે. જ્યારે સેનાએ એક જવાન ગુમાવ્યો છે.
જમ્મુ કાશ્મીર: ગાંદરબલ એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ - Etv Bharat
જમ્મુ: જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર કરાયા છે. જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં શુક્રવારના રોજ વિસ્ફોટ અને ફાયરિંગનો અવાજ સંભળાયા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જ્યાં CRPFના DIGએ જણાવ્યાં અનુસાર સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન પુર્ણ થઇ ચુક્યું છે. જેમાં એક ઘર માલિકને સુરક્ષીત બચાવી લીધેલ છે જ્યારે આ અથડામણ વચ્ચે સેનાનો એક જવાન શહીદ થયો છે.
Etv bharat
પ્રાપ્ત માહિતી મુજબ, શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યો અને તેના બાદ સુરક્ષા દળોની કામગીરી કરનારી ટીમ પર ગોળીબાર કર્યો હતો. જો કે, વરિષ્ટ અઘિકારીએ આ ઘટના અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી.
Last Updated : Sep 28, 2019, 5:47 PM IST