શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે કૃષ્ણઘાટી સેક્ટરમાં બુધવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો. જેમાં લાન્સ નાયક કર્નલ સિંહે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જમ્મુ કાશ્મીરઃ પૂંછમાં પાકિસ્તાની સેનાએ કર્યો ગોળીબાર, લાન્સ નાયક શહીદ
જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે કૃષ્ણઘાટી સેક્ટરમાં બુધવારે મોડી રાત્રે પાકિસ્તાની સેનાએ ગોળીબાર કર્યો હતો. જેમાં લાન્સ નાયક કર્નલ સિંહ શહીદ થયા છે.
મંગળવારે પાકિસ્તાની સૈનિકોએ પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના આગળના વિસ્તારોમાં ગોળીબાર કર્યો અને મોર્ટારના શેલ ચલાવ્યાં. સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આજે સવારે લગભગ 4.30 વાગ્યે લાઇન ઓફ કંટ્રોલના માનકોટ સેક્ટરમાં પાકિસ્તાન સેનાએ નાના હથિયારો વડે ગોળીબાર કર્યો હતો અને મોર્ટાર શેલ ચલાવ્યાં હતાં. આ મહિને પાકિસ્તાની સેનાએ 45 વાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.
અધિકારોના જણાવ્યુનાસાર લગભગ બે સપ્તાહ પહેલા રાજૌરીના સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.