ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સેનાએ  પાક સેના સમર્થિત આતંકવાદીઓના હથિયાર કર્યા કબજે - ભારતીય આર્મી

ભારતીય સેનાએ પાકિસ્તાની સેના સમર્થિત આતંકવાદીઓના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે. કારણ કે, ભારતીય આર્મીએ મોટી સંખ્યામાં 74 રાઈફલ, 8 મેગેઝિન, 240 એકે રાઈફલ હથિયાર જપ્ત કરી લીધા છે. ભારતીયા સેનાએ જપ્ત કરેલા હથિયારોનો વીડિયો જાહેર કર્યો હતો.

ભારતીય આર્મીએ પાકિસ્તાની આતંકવાદીઓના હથિયાર કબજે કર્યા
ભારતીય આર્મીએ પાકિસ્તાની આતંકવાદીઓના હથિયાર કબજે કર્યા

By

Published : Oct 10, 2020, 1:08 PM IST

Updated : Oct 10, 2020, 1:40 PM IST

શ્રીનગર (જમ્મુ-કાશ્મીર): પાકિસ્તાના કાશ્મીરમાં આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવામાંથી ઊંચું નથી આવી રહ્યું. જોકે ભારતીય સેના પાકિસ્તાનના દરેક નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે. સૈનિકોએ કિશન ગંગા નદીના કિનારે અવરજવરની તપાસ કરી હતી. કાશ્મીરના કેરન સેક્ટરમાં સીમાથી હથિયાર સાથે આવતા પાકિસ્તાની આતંકવાદીઓની ચાલ ભારતીય સેનાએ નિષ્ફળ કરી દીધી છે. ભારતીય સેનાએ ચાર એકે 74 રાઈફલ, 8 મેગેઝિન, 240 એકે રાઈફલ કબજે કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે, સૈનિકોએ કિશન ગંગા નદીના કિનારે થતી હલનચલનની તપાસ કરાવી હતી. જમ્મુ અને કાશ્મીર પોલીસની સાથે સંયુક્ત અભિયાન પણ શરૂ કર્યું હતું. નદીથી દૂર કિનારે દોરડાથી બંધાયેલી ટ્યૂબમાં કેટલીક વસ્તુઓ લઈ જવાનો પ્રયત્ન કરી રહેલા 2-3 આતંકવાદીઓની માહિતી મેળવી હતી. ભારતીય સેનાના સૈનિકોએ ત્યાં જઈને તમામ હથિયાર જપ્ત કરી લીધા હતા.

લેફ્ટનન્ટ જનરલ બી. એસ. રાજૂએ કહ્યું, આ વર્ષે અમે ઘુસણખોરીને નિષ્ફળ કરવામાં સફળ રહ્યા છીએ. ગયા વર્ષે પાકિસ્તાનથી ઘુસણખોરી થવાનો આંકડો 130ની આસપાસ હતો. જ્યારે આ વર્ષે ઘુસણખોરીનો આંકડો 30થી ઓછો છે. મારું માનવું છે કે, આનાથી આંતરિક સ્થિતિને સુધારવામાં ખૂબ જ મદદ મળશે. અમારી ગુપ્તચર એજન્સીઓ અનુસાર, સીમા પર લોન્ચપેડ પર લગભગ 250-300 આતંકવાદી છે. અમે તેમની ઘુસણખોરીના તમામ પ્રયાસો નિષ્ફળ કરી દીધા છે.

તેમણે વધુમાં કહ્યું, અમારા સતર્ક સૈનિકોની દેખરેખ હેઠળ ઉપકરણોનો ઉપયોગ કરીને પાકિસ્તાન દ્વારા થઈ રહેલી હથિયારોની તસ્કરીને ઝડપી પાડી છે. આનાથી ખબર પડે છે કે પાકિસ્તાનના ઈરાદા એક જેવા જ છે. અમે ભવિષ્યમાં પણ પાકિસ્તાનના તમામ ઈરાદાઓથી લડતા રહીશું અને તેને નિષ્ફળ બનાવીશું.

Last Updated : Oct 10, 2020, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details