નવી દિલ્હી: ચીનના દાવાઓની ભારતે પોલ ખૂલતા કહ્યું કે, PLAના જવાનોએ ઉશ્કેરવાની કાર્યવાહી કરી હતી. ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, LAC પાર કરી નથી અને ના તો ગોળીઓ ચલાવી છે. સરકારે કહ્યું કે, ચીનની PLA વાતચીત ચાલી રહી છે છતાંય કરારનું ઉલ્લંઘન કરી રહી છે. ભારત સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ચીનના વેસ્ટર્ન થિયેટર કમાનનું નિવેદન ગુમરાહ કરવાની એક કોશિશ છે.ભારતીય સેના મુજબ 7 સ્પેટમ્બરના રોજ સૌથી પહેલા PLA એક ભારતીય ફોરવર્ડ પોસ્ટની પાસે પહોંચ્યા હતા, જેમને ભારતીય સેના દ્વારા રોકવામાં આવ્યા હતા.જે બાદ ચીન સૈનિકોએ ભારતીય સેનિકોને ઉશ્કેરવા માટે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
ચીનની ચાલાકીઃ ભારતીય સેનાએ નકાર્યા આક્ષેપ,કહ્યું- ચીની સેનાએ ઉશ્કેરવા માટે કર્યુ હતુ ફાયરિંગ - Line of Actual Control
પેંગોંગ ત્સો તળાવના દક્ષિણ કાંઠે થયેલી ઘટના પર ભારતે નિવેદન બહાર પાડ્યું છે. ચીનના દાવાઓની ભારતે પોલ ખૂલતા કહ્યું કે, PLAના જવાનોએ ઉશ્કેરવાની કાર્યવાહી કરી હતી. ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, LAC પાર કરી નથી અને ના તો ગોળીઓ ચલાવી છે. સરકારે કહ્યું કે, ચીનની PLA વાતચીત ચાલી રહી છે છતાંય કરારનું ઉલ્લંઘન કરી રહી છે. ભારત સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા નિવેદનમાં કહ્યું છે કે ચીનના વેસ્ટર્ન થિયેટર કમાનનું નિવેદન ગુમરાહ કરવાની એક કોશિશ છે.ભારતીય સેના મુજબ 7 સ્પેટમ્બરના રોજ સૌથી પહેલા PLA એક ભારતીય ફોરવર્ડ પોસ્ટની પાસે પહોંચ્યા હતા, જેમને ભારતીય સેના દ્વારા રોકવામાં આવ્યા હતા.જે બાદ ચીન સેનિકોએ ભારતીય સેનિકોને ઉશકેરવા માટે રાઉડ ફાયરિંગ કરી હતી.
બીજિંગ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર ભારતીય સેનાએ કહ્યું કે, કોઈ પણ સ્તર પર ભારતીય સેનાએ LAC પાર નથી કરી અને ફાયરિંગ સહિત કોઈ પણ આક્રમકતા નથી દર્શાવી. ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મી સૈન્ય અને ડિપ્લોમેટિક વાતચીત સમજૂતીનું ઉલ્લંઘન કરી રહી છે અને આક્રમક યુદ્ધઅભ્યાસ કરી રહી છે.
ભારતીય સેનાના નિવેદન મુજબ, 7 સપ્ટેમ્બરે ચીનના સૈનિકોએ અમારી એક ફોરવર્ડ પોઝિશનની પાસે આવવાનો પ્રયાસ કર્યો. જ્યારે ભારતીય સૈનિકોએ તેમને રોક્યા તો ચીની સૈનિકોએ હવામાં કેટલાક રાઉન્ડ ફાયર કર્યું જેથી ભારતીય સૈનિકો પર દબાણ ઊભું કરી શકે. તેમના ઉશ્કેરીજનક પ્રયાસ બાદ પણ ભારતીય સૈનિકોએ સંયમ રાખ્યો. ભારતીય સેના મુજબ, ચીનના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ તરફથી જાહેર નિવેદન તેમના લોકો અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લોકોને મિસલીડ કરવા માટે છે.