ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સેનાએ 2 ડૉગને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’ મેડલથી સન્માનિત કર્યા - ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન

ભારતીય સેનામાં બહાદુરીપૂર્વક યુદ્ધનો મોરચો હોય કે અન્ય લડાઈ હોય જેમાં વીર જવાનો વીરતાપૂર્વક લડાઈ લડતા હોય છે. આ કામીરી બદલ તેમને મેડલ આપી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે ભારતીય સેના દ્વારા 2 ડૉગ (શ્વાન)નું ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’ મેડલ આપી સન્માન કરવામાં આવ્યું છે.

indian army dog
ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન

By

Published : Aug 30, 2020, 4:41 PM IST

દિલ્હીઃ ભારતીય આર્મીમાં ફરજ બજાવતા સોફી અને વિદા નામક 2 ડૉગ (શ્વાન)ને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’નું મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન મેડલથી 2 ડૉગને સન્માનિત કરાયા

આ બન્ને ડૉગ વિવિધ ઓપરેશનમાં સેના સાથે જોડાયેલા હતા અને ભારતીય જવાનોનો સાથ આપ્યો હતો. આ ઉપરાંત અનેક ઓપરેશન પાર પાડવામાં આ બન્ને શ્વાને મહત્વની ભૂમિકા ભજવી છે.

ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન મેડલથી 2 ડૉગને સન્માનિત કરાયા

સોફી નામના ડૉગે દિલ્હીમાં મોટા પ્રમાણમાં RDXનો જથ્થો ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને દિલ્હીમાં મોટી જાનહાની સર્જાય તે પહેલા જ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું.

ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન મેડલ
ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં ઘૂસણખોરી કરતા આંતકવાદીઓની ભારતીય સેનાને ભાળઆપી ઉમદા કામગીરી કરવા બદલ આ બન્ને ડૉગને ‘ચીફ ઓફ આર્મી કોમોડિશન’થી સન્માનિત કરવામાં આવ્યા છે.
ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન મેડલથી 2 ડૉગને સન્માનિત કરાયા

વડાપ્રધાન મોદીએ પણ ‘મન કી બાત’ કાર્યક્રમમાં શ્વાનનો ઉલ્લેખ કર્યો

  • તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે સવારે 11 વાગ્યે પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સેનાના બહાદુર શ્વાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘આપણે જ્યારે 15મી ઑગસ્ટના દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે એક રસપ્રદ સમાચાર પર મારું ધ્યાન ખેચાયું હતું. આ સમાચાર ભારતીય સેનાના બે શ્વાનના હતા. તેમાંથી એકનું નામ સોફી અને બીજાનું નામ વિદા છે.’
  • તેમણે વધુમાં જણાવ્યું કે, સોફી અને વિદા પોતાના દેશની સેવા કરી અને પોતાનું કર્તવ્ય સારી રીતે નિભાવ્યા બદલ તેમને ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ કમાન્ડેશન’થી સન્માનિત કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details