ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સેનાએ PAK સેનાની ઘૂસણખોરીને કરી નિષ્ફળ, 5-7 આતંકીઓને ઠાર કર્યા - સ્નીપર રાઇફલ્સ

શ્રીનગર: ભારતીય સેનાએ પાકિસ્તાની બીએટી(બોર્ડર એક્શન ટીમ) ના આતંકીઓની કાશ્મીરમાં ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો છે.

5-7 આતંકીઓને ઠાર કર્યા

By

Published : Aug 4, 2019, 12:49 AM IST

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. સેનાએ કાશ્મીરના કેરાન સેક્ટરમાં પાકિસ્તાની સેનાની બટાલિયન (બોર્ડર એક્શન ટીમ) અને આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. આ કાર્યવાહીમાં પાક સૈન્યના પાંચથી સાત આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

સૌજન્ય ANI

સેના વતી કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 36 કલાકમાં આ કાર્યવાહીમાં જૈશના 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા છે. આતંકવાદીઓ પાસેથી સ્નીપર રાઇફલ્સ, આઈઈડી અને પાકિસ્તાનમાં બનાવેલ બારૂદી સુરંગ મળી આવ્યી છે

આની પહેલા સેનાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ધુસણખોરી દ્વારા ભારતમાં આતંકીઓને મોકલે છે. આના સીવાય આતંકવાદીને હથિયાર પણ પૂરા પાડે છે.આતંકીઓએ પાછલા 36 કલાકમાં ઘણી વાર કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કર્યો. જવાબી કાર્યવાહીમાં 5 થી 7 આતંકીઓ મારવામાં આવ્યા છે. અત્યારે તેમના મૃતદેહ એલઓસી પર પડ્યા છે. ગોળીબારી ચાલતી હોવાના કારણે તેમને ત્યાંથી લઇ જઇ શકાયા નથી. બીજી તરફ બારામૂલામાં અથડામણમાં જૈશ એ મોહમ્મદના બે આતંકી ઠાર મરાયા છે.

ABOUT THE AUTHOR

...view details