ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પીઓકેમાં આતંકવાદીયોનો ખાત્મો, આતંકવાદીના ચાર રહેઠાણ કર્યા ધ્વસ્થ - Jammu kashmir latest News

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે રવિવારના રોજ પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરમાં યુધ્ધ વિરામનો ભંગ કર્યા બાદ ભારતીય સેનાએ કાઉન્ટર એટેક કર્યું હતુ અને પાકિસ્તાનના કબ્જા વાળા કાશ્મીરમાં ચાર આતંકવાદીઓના રહેઠાણને નીશાનો બનાવવામાં આવ્યા હતો. આ હમલામાં પાકિસ્તાનના 6થી 10 જવાનોની મોત થઇ છે. જ્યારે આતંકવાદીઓ પણ આટલી જ સંખ્યામાં મોત પામ્યા છે.

પીઓકેમાં આતંકવાદીયોનો ખાત્મો, આતંકવાદીના ચાર રહેઠાણ કર્યા ધ્વસ્થ

By

Published : Oct 21, 2019, 11:33 AM IST

રાવતે વધુમાં જણાવ્યું કે, વધારે સંખ્યામાં આતંકવાદીયોની મોત થયાની જાણકારી મળી છે, પણ તે પછી જણાવવામાં આવશે. અમારી પાસે આ હુમલામાં આતંકવાદીઓના ત્રણ રહેઠાણ નેસ્તનાબુત કર્યાની જાણકારી છે. આ હમલામાં ચોથા રહેઠાણને પણ નુકશાન થયું છે.

આ પહેલા આઇએએનએસએ રિપોર્ટ કર્યો હતો કે ભારતે આપેલ વળતા જવાબમાં પીઓકેમાં ચાર આતંકવાદી રહેઠાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ પહેલા રક્ષા પ્રધાન રાજનાથ સિંહએ રવિવારના રોજ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં યુધ્ધ વિરામનો ભંગ કર્યો હતો અને સેનાના પ્રમુખ સહિતના અધિકારીઓ વાતચીત કરી હતી, આ સધર્ષ વિરામમાં ભારતના બે જવાન શહિદ થયા હતા અને એક નાગરીકની મોત થઇ હતી.

અધિકારીએ આઇએએનએસને કહ્યું કે, રાજનાથ સિંહએ રાવત સાથે વાતચીત કરી અને જમ્મુ-કાશ્મીરનો તાગ મેળવ્યો હતો. સાથે જ જવાબી હુમલા અને શહીદ થયેલા જવાનો વિશે પણ જાણકારી મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details