રક્ષાપ્રધાન રાજનાથસિહે આ મામલે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથે વાતચીત કરી હતી.
આ મામલે પાકિસ્તાને પ્રતિક્રિયા આપતા દાવો કર્યો કે, પાક સેનાના ફાયરિંગમાં 9 ભારતીય સૈનિકોના મોત થયા છે. પાકિસ્તાને આ પણ દાવો કે, ભારત તરફથી કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાની સૈનિક અને 3 નાગરિકોના મોત થયા છે. આ સિવાય બે સૈનિક અને પાંચ નાગરિકો ઘાયલ થયા છે. આતંકવાદી અડ્ડાઓ પર હુમલો થયા બાદ પાકિસ્તાનના 6-10 સૈનિકોનાં મોત થયાની વિગતો મળી છે. આ હુમલાને કારણે પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતના નવ સૈનિકો માર્યા ગયા છે. જોકે ભારતે આની પુષ્ટિ કરી નથી.
પાકિસ્તાની સેના આ વિસ્તારમાં આતંકીઓને ભારતીય સરહદમાં ધુસાડવાની કોશિશ કરી રહી હતી.