નવી દિલ્હીઃ ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરીય વાર્તા લગભગ 14.5 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતીય સેનાની ટીમનું નેતૃત્વ લેહ સ્થિત 14 કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ હરેન્દ્ર સિંહે કર્યું હતું, જ્યારે ચીની પક્ષ તરફથી દક્ષિણ શિનજિયાંગ મિલિટ્રીના જિલ્લા કમાન્ડક મેજર જનરલ લિન લિયૂ હાજર રહ્યાં હતાં. મહત્વનું છે કે, આ પહેલા લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LEC) પર તણાવ ઓછો કરવા માટે ભારત-ચીન વચ્ચે શીર્ષ કમાન્ડર સ્તર પર ત્રણ બેઠક થઇ ચૂકી છે. બંને પક્ષો વચ્ચે થયેલી ત્રણ અન્ય બેઠકો પણ મોડી રાત સુધી ચાલી હતી.
જો કો, બંને દેશો વચ્ચે સૈન્ય વાર્તા ઉપરાંત રાજકીય સ્તર પર પણ વાતચીત શરુ છે. સેનાના સૂત્રો અનુસાર, બેઠકનો મુખ્ય એજન્ડા ફિંગર એરિયાને સમજૂતી, ગંભીર ક્ષેત્રોથી સૈનિકોને દૂર કરવા અને વિઘટનની પ્રક્રિયાને પુરી કરવાનો છે. વધુમાં જણાવીએ તો ગત્ત દિવસો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ફોન પર વાર્તામાં એલએસી પર તણાવ દૂર કરવા પર સહમતિ દર્શાવી હતી. જે બાદ ભારત અને ચીનના સૈનિકો ગલવાન ઘાટીમાં અગ્રિમ મોર્ચાથી લગભગ એક કિલોમીટર પાછા હટ્યા હતા. બંને દેશોની સેનાઓએ પુરી રીતે પીછે હટ કરવાની પ્રક્રિયા હજૂ શરુ છે.
વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બનેલી સહમતિને અનુરૂપ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ્સ, ગોગ્રા, તથા અન્ય અગ્રિમ મોર્ચાથી પોતાના સૈનિકોને પરત બોલાવ્યા છે. પૈંગોંગ નદીના ઉત્તરી પર સ્થિત ફિંગર ફોર પર અત્યારે પણ ચીની સૈનિકો હાજર છે, પરંતુ ચીની સેના અહીં પણ પોતાની ઉપસ્થિતિ ઓછી કરી રહી છે.