રાજસ્થાન: તીડના હુમલાથી ભારતના અનેક રાજ્યો પરેશાન છે. પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશતા તીડના ટોળાઓએ અનેક રાજ્યના ખેડૂતોના પાકને નિશાન બનાવ્યા છે. જેના કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે. તીડના હુમલોથી બચવા માટે ભારતે એક રસ્તો શોધી કાઢ્યો છે. ભારતીય વાયુસેનાએ 3 એમઆઈ-17 હેલિકૉપ્ટરને મૉડિફાય કર્યા છે. જેનું ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. બીજુ ટ્રાયલ જોધપુરમાં શરુ થયું છે.
તીડનો નાશ કરવા હવે વાયુ સેના મેદાને, હેલિકોપ્ટરથી દવાનો છંટકાવ - gujaratinews
પાકિસ્તાનથી આવનાર તીડના આતંકથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે, ત્યારે તીડનો નાશ કરવા ભારતીય વાયુસેના આગળ આવી છે. જેના માટે એરફોર્સ હેલિકોપ્ટરથી તીડ પર દવાનો સ્પ્રે કરશે.

આ હેલિકૉપ્ટર અંદાજે 40 મિનિટમાં 750 હેક્ટર વિસ્તારમાં 800 લીટર કિટકનાશકનો સ્પ્રે કરશે. આ હેલિકોપ્ટર જોધપુર એરબેસ પર તૈનાત રહેશે. જે તીડના પ્રવેશતા જ ઉડાન ભરી તીડનો નાશ કરશે. રુસમાં બનેલા એમઆઈ-17 હેલિકોપ્ટર ખુબ શક્તિશાળી છે. આ હેલિકોપ્ટર 260 કિલોમીટર પ્રતિ કલાકેની ઝડપે ઉડાન ભરી શકે છે. જે 4000 કિલોગ્રામ ભાર લઈ જવામાં સક્ષમ છે.
સંયુકત રાષ્ટ્ર સંધના સંગઠન એફએઓએ ચેતાવણી આપી કે, રાજસ્થાનમાં તીડનો ખતરો હજુ ટળ્યો નથી. ભારત અને પાકિસ્તાનમાં તીડે મોટી માત્રામાં ઈંડા મુકવાનું શરુ કર્યું છે. એરફોસના એન્જિનયર્સે ચંડીગઢમાં 3 હેલિકૉપ્ટરમાં પંપ સહિત કીટકનાશક સ્પ્રેનો ટૈક તૈયાર કર્યો છે. હેલિકોપ્ટરની અંદર 800 લીટરનો એક ટૈંક રાખવામાં આવ્યો છે. જેમાં 2 પાયલટ સીટની નીચે અને બહાર સ્પ્રે કરશે. એક હેલિકોપ્ટરની ઉડાન પર અંદાજે સવા કરોડ રુપિયાનો ખર્ચ આવવાની સંભાવના છે.