ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત ન હિન્દૂ રાષ્ટ્ર હતુ અને ન ક્યારેય બનશેઃ અસદુદ્દીન ઓવૈસી

હૈદરાબાદઃ ઓલ ઈંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ RSSના પ્રમુખ મોહન ભાગવતના નિવેદન પર પલટવાર કર્યો છે, ઓવૈસીએ કહ્યુ કે,  ભારત ક્યારેય હિન્દૂ રાષ્ટ્ર હતુ જ નહી અને ક્યારેય બનશે પણ નહી.

By

Published : Oct 13, 2019, 11:10 PM IST

ભારત હિન્દૂ રાષ્ટ્ર ક્યારેય નહી બનેઃ અસદુદ્દીન ઓવૈસી

RSSના ચીફ મોહન ભાગવતના હિન્દૂ રાષ્ટ્રના નિવેદન પર AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે, ભાગવત મુસલમાનોંને વિદેશી મુસલમાનો સાથે જોડવાની કોશીશ કરી રહ્યા છે.

ઓવૈસીએ કહ્યુ કે, ભાગવત ભારતને હિન્દૂ રાષ્ટ્ર કહીને ઇતિહાસ બદલી નહીં શકે. ભાગવત એમ ના કહી શકે કે અમારી સંસ્કૃતિ, આસ્થા, પંથ અને ઓળખાણ બધુ જ હિન્દૂ સંસ્કૃતિનું છે.

અસદુદ્દીન ઓવૈસીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, તેનાથી ફર્ક નથી પડતો કે, ભાગવત ભારતના મુસ્લીમોને વિદેશી મુસલમાન સાથે જોડવાનો કેટલો પ્રયત્ન કરી રહ્યા છે. પણ અમારો ભારતીયતાને કાંઈ નહી થાય. ઓવૈસીએ લખ્યું કે, હિન્દૂ રાષ્ટ્ર= હિન્દૂ સર્વોચ્ચ અમારી માટે અસ્વીકાર્ય છે.

ભારત હિન્દૂ રાષ્ટ્ર ક્યારેય નહી બનેઃ અસદુદ્દીન ઓવૈસી

આ પહેલા ભાગવતએ કહ્યું હતુ કે, ભારત હિન્દૂઓનો દેશ છે, અમે હિન્દૂ રાષ્ટ્ર છીએ, હિન્દૂ કોઇના પૂજાનુ નામ નથી. કોઇ પણની ભાષાનું નામ નથી અને કોઇ પ્રાંત અને રાજ્યનું નામ નથી, હિન્દૂ એક સંસ્કૃતીનું નામ છે, જો ભારતમાં રહેનાર દરેકની સંસ્કૃતિક વિરાસત છે.

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતએ વધુમાં કહ્યું હતુ કે, દૂનિયામાં સૌથી વધારે સુખી મુસલમાન ભારતમાં મળશે, કારણ કે, ભારત હિન્દૂઓનો દેશ છે, તેના કારણે દરેક ધર્મ ભારતમાં સુરક્ષિત છે.

ABOUT THE AUTHOR

...view details