અર્જુન રામ મેઘવાલે શનિવારે સરદાર પટેલ મૅડિકલ કૉલેજમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 2030 સુધીમાં દુનિયાને ટીબી મુક્ત કરવાનું લક્ષ્યાંક બનાવવામાં આવ્યું છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વ સંગઠનની સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલા 2025 સુધી ટીબી મુક્ત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. દેશભરમાં આ આયોજનનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે.
ભારત 2025 સુધી ટીબીથી મૂક્ત થઈ જશેઃ અર્જુન મેઘવાલ
નવી દિલ્હીઃ કેન્દ્રિય પ્રધાન અર્જુનરામ મેઘવાલે કહ્યું કે, ભારત 2025 સુધી પૂરી રીતે ટીબીથી મુક્ત થઈ જશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સમયમર્યાદાના પાંચ વર્ષ પહેલાં જ 2025 સુધી ટીબી મુક્ત કરવાનો લક્ષ્ય રાખ્યો હતો.
TB
મેઘવાલે કહ્યું કે, બીકાનેરને મૅડિકસ કૉલેજમાં ટીબી અને શ્વસન રોગ વિભાગની સાથે જિલ્લા ક્ષય અધિકારીની સાથે મળીને ખતમ કરવાની એક કાર્ય યોજના બનાવવામાં આવી છે.
સ્થાનિક સાંસદે જણાવ્યું કે, વિભાગમાં ટીબીના દર્દીઓની સંખ્યા, રોગની ગંભીરતા, સારવાર માટેની સરકારની યોજનાઓ અને મૅડિકલ કોલેજ કક્ષાએ ચાલી રહેલી તબીબી પરીક્ષા વગેરે વિશે માહિતી લેવામાં આવી હતી.
Last Updated : Jul 27, 2019, 11:54 PM IST