નવી દિલ્હી: લદાખમાં ચીન સાથેના વિવાદ અંગે વડાપ્રધાન મોદીએ નિવેદન જાહેર કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, જે જવાનો શહીદ થયા છે તે વ્યર્થ નહીં જાય. આ સાથે તેમણે કહ્યું કે, આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઈએ, તેઓ લડતા-લડતા શહીદ થયા છે.
શહીદોની શહાદત વ્યર્થ નહીં જાય : વડાપ્રધાન મોદી - India wants peace
લદાખમાં ચીન સાથેના વિવાદ અંગે વડાપ્રધાન મોદીએ નિવેદન જાહેર કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, જે જવાનો શહીદ થયા છે તેની શહાદત વ્યર્થ નહીં જાય. આ સાથે તેમણે કહ્યું કે, આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઈએ, તેઓ લડતા-લડતા શહીદ થયા છે. વડાપ્રધાન મોદીએ 2 મિનિટનું મૌન પાળી શહીદોનો શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બુધવારે કોરોના વાઇરસ અંગે રાજ્યોના મુખ્યપ્રધાનો સાથેની વાતચીત પહેલા વડાપ્રધાન મોદીએ ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું દેશને ખાતરી આપું છું કે સૈનિકોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે એમ પણ કહ્યું હતું કે સૈનિકો લડતા-લડતા શહીદ થયા છે. આ સાથે શહીદ જવાનો માટે બે મિનિટનું મૌન પણ રાખવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ત્યાગ અને તપસ્યા આપણા ચરિત્રનો એક ભાગ છે. વિક્રમ અને વીરતા પણ આપણા ચરિત્રનો એક ભાગ છે. તેની રક્ષા કરતા કોઇપણ રોકી શકે નહીં. આમાં કોઈને પણ ભ્રમ ન હોવો જોઈએ. ભારત શાંતિ ઇચ્છે છે, પરંતુ ભારત ઉશ્કેરણી પર દરેક પરિસ્થિતિમાં યોગ્ય જવાબ આપવા માટે સક્ષમ છે અને આપણા શહીદો પર એ ગર્વ હોવો જોઇએ કે તેઓ લડતા-લડતા શહીદ થયા છે.