ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીન વિરૂદ્ધ મોરચોઃ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સહકારની સમજૂતી - અમેરિકા-ભારત આરોગ્ય ભાગીદારી

ચીનવ ભારત ક્ષેત્રમાં ઝડપથી લશ્કરી અને આર્થિક ગતિવિધિઓનો વિસ્તાર કરી રહ્યું છે, જે બીજા દેશોમાં પણ ચિંતાનો વિષય છે. અમેરિકા અને ભારત બંનેએ તમામ પડકારો પર એક બીજાને ટેકો આપવાનો પ્રયત્ન કરવા સહમત થયા છે.

Indo-Pacific
ભારત અને અમેરિકા

By

Published : Jul 8, 2020, 9:41 AM IST

વૉશિંગ્ટન: ભારત અને અમેરિકાએ મંગળવારે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય સહકારની ચર્ચા કરવામાં આવી હતી. અમેરિકામાં રાજકીય બાબતોના રાજ્ય સચિવ ડેવિડ હેલે અને વિદેશ સચિવ હર્ષ વર્ધને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય હુકમ, દ્વિપક્ષીય અને બહુપક્ષીય રાજદ્વારી સહયોગ, દરિયાઇ સલામતી અને COVID-19 મહામારીને લગતા વૈશ્વિક પ્રતિસાદ અંગે પણ દેશના જોખમો અંગે ચર્ચા કરી હતી.

વર્ચ્યુઅલ વાતચીત દરમિયાન બંને અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર દ્વિપક્ષીય સહકારની ચર્ચા કરી અને યુએસ-ભારત વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે નક્કર પગલાઓ વિકસિત કરવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેઓ અમેરિકા-ભારત આરોગ્ય ભાગીદારી, COVID-19ની રસી શોધવા, જેવા અનેક મુદ્દાઓ પર બન્ને દેશોએ સહમતી દર્શાવી હતી.

હેલ અને શ્રિંગલાએ યુ.એસ. અને ભારતને મુક્ત ક્ષેત્રની વાત કરતા કહ્યું હતું કે, જ્યાં બધા દેશો સમૃદ્ધિ મેળવી શકે છે અને આ પ્રયાસોને વાસ્તવિકતામાં લાવવા માટે ભારત સાથેના અન્ય ભાગીદારો સાથે કામ કરવા સહમત થયા છીએ.

ચીન ભારત ક્ષેત્રમાં ઝડપથી લશ્કરી અને આર્થિક ગતિવિધિઓનો વિસ્તાર કરી રહ્યો છે, જે બીજા દેશોમાં પણ ચિંતાનો વિષય છે. બન્ને દેશના અધિકારીઓએ તમામ પડકારો પર સાથે રહી સલાહ લેવા અને એક બીજાના ઉદ્દેશોને ટેકો આપવાનો પ્રયત્ન કરવા પણ સહમત થયા હતા.

મંત્રાલયના નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે, આ વર્ષના અંત સુધીમાં યુએસ-ભારત 2+2 મંત્રાલય સંવાદની આશા રાખે છે અને પરસ્પર ચિંતાના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુબ જ નજીકથી સંપર્કમાં રહેવાનું વચન આપે છે.

ABOUT THE AUTHOR

...view details