નવી દિલ્હી: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસને ડામવા માટે અવનાવા પ્રયોગ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે ICMRએ કોવિડ -19 માટે સંભવિત સારવાર અને દવાઓ વિકસાવવા માટે WHOની મલ્ટિ-કન્ટ્રી "એકતા ટ્રાયલ"માં ભાગ લેવા જણાવ્યું છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ શુક્રવારે કહ્યું હતું કે, તે "જાહેર આરોગ્ય ઇમરજન્સી સોલિડેરિટી ટ્રાયલ-હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં કોવિડ-19ની સારવાર વધારવા માટે આંતરરાષ્ટ્રીય રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ" માટે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સહયોગ કરશે.
ICMRએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ICMR જાહેર આરોગ્ય ઇમરજન્સી માટે 'સોલ્ડેરિટી ટ્રાયલ- આંતરરાષ્ટ્રીય રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ-હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં વધારાની સારવારની આંતરરાષ્ટ્રીય રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ' માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) સાથે સહયોગ કરશે.