- આતંકવાદ સામેની લડાઇમાં ભારત ફ્રાન્સની સાથે
- ફ્રાન્સના ચર્ચ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો
- 'અલ્લા હૂ અકબર' કહી હુમલાખોરે મહિલાનું ગળું કાપ્યું હતું
- આતંકવાદીએ કુલ 3 લોકોની હત્યા કરી હતી
નીસ: ફ્રાન્સના નીસ શહેરમાં આવેલા એક ચર્ચ પર આતંકી હુમલો થયો હતો. રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં 3 લોકોના મોત થયા હતા. આતંકીએ 'અલ્લા હૂ અકબર'ના સૂત્રોચ્ચાર લગાવતા એક મહિલાનું ગળું કાપી નાખ્યું હતું. આ ઉપરાંત અન્ય 2 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નીસ શહેરના મેયર ક્રિશ્ચિયન ઈસ્તોર્સીએ આ ઘટનાને એક આતંકવાદી ઘટના ગણાવી છે. આ સાથે તેમને જણાવ્યું કે, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.
વડાપ્રધાને ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું
આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.
આતંકવાદ સામેની લડાઇમાં ભારત ફ્રાન્સની સાથે
આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ફ્રાન્સમાં ચર્ચમાં થયેલા હુમલા અને તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓની ઘટનાની કડક નિંદા કરું છું. પીડિત પરિવારો અને ફ્રાન્સના લોકો પ્રત્યે મારી સંવેદના છે. આતંકવાદ સામેની લડાઇમાં ભારત ફ્રાન્સની સાથે છે.
આતંકવાદીએ 3 લોકોની હત્યા કરી
રિપોર્ટ્સ મુજબ, આ હુમલો નીસના નોટ્રે ડેમ ચર્ચ પર કરવામાં આવ્યો છે. આ હુમલામાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. જાણવા મળી રહ્યું છે કે, હુમલાખોર ચાકુથી લોકો પર હુમલો કરી રહ્યો હતો. તે વખતે આતંકવાદી 'અલ્લા હૂ અકબર'ના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યો હતો, જ્યારે પોલીસના સૂત્ર તરફથી મળતી માહિતી અનુસાર, આતંકવાદીએ એક મહિલાનું ગળું કાપી નાખ્યું છે. મહિલાનું ગળુ કાપવાની ઘટનાની પણ ફ્રાન્સના એક નેતાએ પુષ્ટિ કરી છે.
આતંકવાદીઓએ આ હુમલો કર્યોઃ મહિલા અધિકારી
ફ્રાન્સના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે માહિતી આપી હતી કે, આ હુમલાની તપાસની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ સાથે જ હથિયારો સાથે આર્મીના જવાનોએ ચર્ચને ચારે તરફથી ઘેરી લીધું છે અને ફાયર સર્વિસ અને એમ્બુલન્સની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી છે, જ્યારે પોલીસે આ અંગે કહ્યું, સવારે થયેલા હુમલા બાદ આતંકવાદીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહિલા અધિકારીએ કહ્યું, આતંકવાદીએ એકલાએ આ હુમલો કર્યો છે.
પીડિતો માટે મૌન પાળવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે ફ્રાન્સમાં આતંકવાદી હુમલા અંગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ફ્રાન્સની સંસદના લોઅર હાઉસમાં ચાલતી નવા પ્રતિબંધો પર ચર્ચા સ્થગિત કરીને પીડિતો માટે મૌન પાળવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી ઘટનાની નિંદા કરી
આ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ફ્રાન્સમાં ચર્ચમાં થયેલા હુમલા અને તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓની ઘટનાની કડક નિંદા કરું છું. પીડિત પરિવારો અને ફ્રાન્સના લોકો પ્રત્યે મારી સંવેદના છે. આતંકવાદ સામેની લડાઇમાં ભારત ફ્રાન્સની સાથે છે.
ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લિનેને ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો
વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવામાં આવ્યું છે કે, અમે આતંકવાદી હુમલામાં ફ્રેન્ચ શિક્ષકની નિર્દય હત્યાની પણ નિંદા કરીએ છીએ, જેને આખી દુનિયાને આંચકો આપ્યો હતો. અમે તેમના પરિવાર અને ફ્રાંસના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. વિદેશ વિભાગના નિવેદન બાદ ભારતમાં ફ્રાન્સના રાજદૂત ઇમેન્યુઅલ લિનેને ટ્વીટ કરીને ભારતનો આભાર માન્યો હતો. આ સાથે ફ્રાન્સના રાજદૂતે જણાવ્યું હતું કે, આતંકવાદ સામેના યુદ્ધમાં બન્ને દેશો એકબીજાને સહયોગ આપી શકે છે.