શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કાર્યકાળ શરૂ કરતાની સાથે જ પોતાની પહેલી સત્તાવાર વિદેશ યાત્રાના ભાગરૂપે ભારત આવ્યા છે. વડા પ્રધાન નરેદ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ આ યાત્રાનાં પાંચ અગત્યનાં મુદ્દા તૈયાર કર્યા છે.
1 રાજપક્ષે સાથે ફરી સંબંધ સુધરશે
ગોતાબાયા રાજપક્ષે આ મહિને ચુંટણી જીતી શ્રીલંકાના રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થયા હતા. શપથ લીધાની ગણતરીના કલાકોમાં જ ભારતના વિદેશ પ્રધાન જયશંકર તેમને અભિનંદન આપવા કોલંબો પહોંચ્યા. સત્તા સંભાળ્યાના દસ દિવસની અંદર, રાજપક્ષે તેમની પ્રથમ સત્તાવાર વિદેશી યાત્રા માટે દિલ્હી આવ્યા છે, જ્યાં બંને દેશોએ નિર્દેશ કર્યો હતો કે ભારત અને શ્રીલંકા વચ્ચે દ્વિપક્ષીય સંબંધો બંને દેશો માટે મહત્વપૂર્ણ છે.
2 વિકાસ કેન્દ્રીય વ્યુહાત્મક સહયોગ, પાયાનાં વિકાસ માટે 400 મિલિયન US ડૉલરની લાઈન ઓફ ક્રેડિટ
શ્રીલંકામાં પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે ભારતની 400 મિલિયન US ડૉલરની લાઈન ઓફ ક્રેડિટની જાહેરાત પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમુદાયના વિકાસ અને શિક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ પણ આ કાર્યક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીસેના માટે આર્થિક પડકાર સમસ્યારૂપ બની ગયા હતા. ચીને હંબનતોતા માટે આપેલી લોન એક તાયફો સાબિત થઈ હતી. પરંતુ ભારતનું ધ્યાન બંને દેશોના સમાન લક્ષ્યોને પૂર્ણ કરવા, વેપાર અને રોકાણના ક્ષેત્રમાં સહકાર આપી લોકની માગને પ્રાધાન્ય આપવાનું છે.
ભારત આંતરિક વિસ્થાપનનો સામનો કરી રહ્યું છે. ઉત્તર અને પૂર્વોત્તર પ્રાંતના લોકો માટે અત્યાર સુધીમાં 46 હજાર મકાનો બનાવ્યા છે. આ ઉપરાંત ભારતીય મૂળના તમિલ નાગરિકો માટે 14 હજાર મકાનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સ સમિટમાં જાહેર કરવામાં આવેલી 100 મિલિયન ક્રેડિટ લાઇનનો ઉપયોગ શ્રીલંકામાં સૌર ઉર્જાના વિકાસ માટે કરવામાં આવશે.
આ વર્ષે જુલાઈમાં, ભારતે તેના વાર્ષિક બજેટમાં શ્રીલંકા માટે 250 કરોડ રૂપિયાનાં ઋણ માટે જોગવાઈ અંગે વાત કરી હતી, જ્યારે આ રકમ મોરેશિયસ માટે 11,00 કરોડ અને માલદીવ માટે 576 કોરાડ રાખવામાં આવી હતી, જેના કારણે કોલંબો તરફથી નારાજગીના સંકેતો પણ મળ્યા હતા.