બીજિંગ/નવી દિલ્હીઃ ભારત કોરોનાવાઇરસના કેન્દ્ર ચીનના વુહાન શહેરથી પોતાના નાગરિકોને શુક્રવારના રોજ ભારત પરત લાવવાની તૈયારીમાં છે. ભારત પોતાના વિદ્યાર્થીઓને પરત લાવવા માટે બે વિમાન મોકલશે, ભારતે ચીનના હુબેઇમાં પોતાના નાગરિકોને પરત લાવવા ઓછામાં ઓછા બે વિમાનની અરજી કરી છે.
ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયામાં એડ દ્વારા જણાવ્યું કે, વાઇરસથી પ્રભાવિત વિસ્તારમાંથી ભારતીય લોકોને લઇ આવવાની તૈયારી કરવામાં આવી રહી છે.
એડમાં જણાવ્યું કે, અમે લોકો શુક્રવારની સાંજે વિમાન દ્વારા લોકોને ચીનમાંથી ભારત લઇ આવવાની તૈયારી કરી રહ્યા છીએ. આ વિમાનમાં એવા ભારતીઓને બેસાડવામાં આવશે જે વુહાન અને તેની આસપાસ વસવાટ કરે છે અને જે ભારત આવવા તૈયાર છે, ત્યારબાદ બીજુ એક વિમાન મોકલવામાં આવશે જે હુબઇ વિસ્તારના બાકીના ભાગમાં રહેનાર લોકોને લઇ આવશે.