નવી દિલ્હી: AK 203 રાઇફલ માટે ભારત અને રશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ કરારને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ માહિતી રશિયન મીડિયા દ્વારા આપવામાં આવી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાલમાં રશિયાની મુલાકાતે છે. AK 203 રાઇફલ એ AK 47 રાઇફલનું આધુનિક સ્વરૂપ છે. આ ડીલમાં દેશમાં હથિયારોની ખરીદી તેમજ તેમના ઉત્પાદનનો સમાવેશ છે.
રશિયન સરકારી મીડિયા અનુસાર, ભારતીય સેનાને 7.7 લાખ એકે AK 203 રાઇફલ્સ મળશે. તેમાંથી 1 લાખ તૈયાર કરીને ભારત મોકલવામાં આવશે. જ્યારે બાકીનાનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે. આ રાઇફલો ભારત અને રશિયાની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ઇન્ડો-રશિયન રાઇફલ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભારતમાં બનાવવામાં આવશે.