સુનાવણીના ત્રીજા દિવસે ભારત તરફથી અંતિમ દલિલ કરતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ દિપક મિશ્રાએ કહ્યું કે, "સેન્ય અદાલતના નિર્ણયને રદ્દ કરવામા આવે અને પાકિસ્તાનને મૃત્યુદંડની સજા આપવાથી રોકવામા આવે. જાધવને છોડવામા આવે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરવામા આવે. જો તેવું ન થાય તો સામાન્ય કાયદાની અંતર્ગત સુનાવણીનો પૂર્ણ રાજદ્વારી વપરાશ કરો. તેમણે અદાલતને ઘોષણા કરવાની વિનંતી કરી કે, પાકિસ્તાને વિએના કન્વેન્શનની કલમ 36નું ઉલ્લંઘન કર્યું છે, અને જાધવને તેના અધિકારો વિશે જાણ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
જાધવની મૃત્યુદંડ સજા રદ્દ થાયઃ ICJમાં ભારત - case
હેગઃ ભારતે પાકિસ્તાનની સૈન્ય અદાલતના કામકાજ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભારત દ્વારા ICJને અનુરોધ કરાયો છે કે, જબરદસ્તીથી સ્વીકૃત કરાવેલા ગુનામાં કુલભુષણ જાધવની ફાસીની સજા રદ્દ કરવામા આવે. જાધવ ભારતીય સેનાનો નિવૃત અધિકારી છે.
જાધવને રાજદ્વારી પ્રવેશ આપવા માટે વારંવાર પાકિસ્તાન દ્વારા ઇનકાર કરવામાં આવ્યો તે હકીકત પર જાર આપતા તેમણે કહ્યું કે, ભારત સરકારે કોર્ટને વિનંતી કરવાની અને જાહેર કરવાની વિનંતી કરી છે કે, પાકિસ્તાને વિએના કન્વેન્શનની કલમ 36નું ઉલ્લંઘન કર્યું છે. આ બાબતે ભારતનું પ્રતિનિધિત્વ કરતાં હરીશ સાલ્વેએ એમ પણ કહ્યું હતું કે, એવો સમય આવી ગયો છે જ્યારે ICJ માનવ અધિકારના રક્ષણ માટે કલમ 36નો ઉપયોગ કરવો જોઈએ.
આ બાબતે પાકિસ્તાન પોતાની અંતિમ દલિલ ગુરુવારે આપશે. ICJ આ મામલે પોતાનો નિર્ણય 2019ના ઉનાળામાં આપી શકે છે.