ફરી વધવા લાગ્યું કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં 73,272 નવા કેસ નોંધાયા - નેશનલસમાચાર
ભારતીય તબીબી સંશોધન પરિષદ અનુસાર 9 ઓક્ટોબરના રોજ 11,64,018 કોવિડ-19 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. 9 ઓક્ટોબર સુધીમાં કુલ 8,57,98,698 નમૂનાનું પરીક્ષણ થઈ ચૂક્યું છે.
કોરોના સંક્રમણ
નવી દિલ્હી: ભારતભરમાં કોરોનાનો કેર યથાવત છે. ભારતમાં કોવિડ-19ના 73,272 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 69 લાખને પાર થઈ છે. જ્યારે 59,88,823 લોકો અત્યારસુધી કોરોના મહામારીથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 69,79,424 થઈ છે. તો છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 926 લોકોના મોત થયા છે.ત્યારબાદ કુલ મૃત્યુઆંક 1,07,416 પર પહોંચ્યો છે.