નવી દિલ્હી: ભારતે ગુરુવારે ચીની આક્ષેપોને ફગાવી દીધા છે જેમાં ચીને દાવો કર્યો હતો કે ભારતીય સૈન્યએ લદ્દાખ અને સિક્કિમની સરહદ પાર કરીને ચીની સરહદમાં આવી ગઈ હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે તે સાચું નથી કે ભારતીય સૈનિકોએ પશ્ચિમ ક્ષેત્ર અથવા સિક્કિમ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન (LAC) ની બાજુમાં ગતિવિધી શરુ કરી હોય.
તેમણે કહ્યું કે ભારતીય સૈનિકો ભારત-ચીન સરહદ વિસ્તારોમાં વાસ્તવિક નિયંત્રણ રેખાના ગોઠવણીથી સંપૂર્ણ વાકેફ છે અને તેનું કાળજીપૂર્વક પાલન કરે છે. તમામ ભારતીય પ્રવૃત્તિઓ LACના ભારતીય ક્ષેત્ર પર જ થઈ છે.