નવી દિલ્હી : ભારતમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા 15.83 લાખને પાર પહોચી છે. છેલ્લા 24 કલાકમાં 52,123 નવા કેસ નોંધાયા છે અને 775 લોકો કોરોના સામે જંગ હાર્યા છે. જેની સાતે દેશભરમાં કોરોના સંક્રમણના એક્ટિવ કેસનો આંકડો 5,28,242 પહોંચ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા અનુસાર દેશભરમાં કોરોના સંક્રમણના કારણે 34,968 લોકોના મોત થયા છે. જેમાં ગત્ત 24 કલાકમાં અંદર થયેલા 775 લોકોના મોત પણ સામેલ છે.
દેશભરમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના કુલ 15,83,792 કેસ નોંધાયા છે. કુલ સંક્રમિતોની સંખ્યામાંથી 10,20,582 લોકો સ્વસ્થ થયા છે.દેશમાં સ્વસ્થ દર્દીઓનો દર 64.51 ટકા છે. જ્યારે મૃત્યુદર ઓછો થયો છે. મૃત્યુદર 2.23 ટકા છે.