ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતીય સૈનિકોએ ફિંગર ૪ પર કર્યો કબ્જો - ફિંગર ૪ પર ભારતનો કબ્જો

ભારતીય સેનાએ પેંગોગ ઝીલ પાસે ફિંગર -4 પર કબ્જો કર્યો છે. આ આગાઉ ચીની સૈનિકો દ્વારા પેંગોગ ઝીલના દક્ષિણ વિસ્તાર પર કબ્જો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ફિંગર ૪
ફિંગર ૪

By

Published : Sep 11, 2020, 8:06 AM IST

નવી દિલ્હી: ભારતીય સેનાએ પેંગોગ તળાવ પાસે ફિંગર - 4 પર કબ્જો મેળવી લીધો છે. સૂત્રો મુજબ આ માહિતી આપવામાં આવી છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર બન્ને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

સૂત્રોએ જણાવ્યું કે, ભારતીય સેનાએ ફિંગર-4 પર કબ્જો કરવા માટે દક્ષિણી વિસ્તારથી ઓપરેશન શરૂ કર્યું હતું. સૂત્રોએ કહ્યું કે, ચીની સેનાએ ફિંગર -4 પાસે કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ભારતીય સેનાએ હવે ફિંગર -4 પર કબ્જો કરી લીધો છે. આ તે વિસ્તાર છે જ્યાં ચીની સેનાએ એપ્રિલ-મે મહિનામાં કબ્જો કર્યો હતો. ત્યારે ચીની સૈનિકો ફિંગર - 4 અને અન્ય વિસ્તારોમાંથી પાછળ હટવાથી ઇન્કાર કરી રહ્યા હતા.

આ આગાઉ ચીની સૈનિકોએ 29 અને 30 ઓગસ્ટના રોજ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો.

સીમા વિવાદને લઇ મે મહીનાથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. બન્ને દેશોના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખમાં હિંસા પણ સર્જાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details