ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત-નેપાળ તણાવ સંવાદ દ્વારા ઉકેલાવો જોઈએ - એશિયાના 2 મોટા દેશો

એક અભૂતપૂર્વ પગલામાં 31મે અને રવિવારે નેપાળી સરકારે ભારતના કેટલાક ભાગો તેની સરહદોની અંદર દર્શાવવા દેશનો સત્તાવાર નકશો બદલવા માટે સંસદમાં બંધારણ સુધારા ખરડો રજૂ કર્યો. જ્યારે ભારતે વાર્ષિક કૈલાસ માનસરોવર યાત્રા માટે લિપુલેખ ઘાટી મારફતે નવો જમીન માર્ગ ખુલ્લો મૂકવા ઉત્તરાખંડમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કરવા નિર્ણય કર્યો ત્યાર પછી આ જટિલ પરંતુ સાપેક્ષમાં સુષુપ્ત ક્ષેત્રીય વિવાદ ધ્યાનમાં આવ્યો.

ETV BHARAT
ભારત-નેપાળ તણાવ સંવાદ દ્વારા ઉકેલાવો જોઈએ

By

Published : Jun 6, 2020, 2:59 AM IST

Updated : Jun 6, 2020, 4:59 AM IST

ન્યૂઝ ડેસ્ક: એક અભૂતપૂર્વ પગલામાં 31મે અને રવિવારે નેપાળી સરકારે ભારતના કેટલાક ભાગો તેની સરહદોની અંદર દર્શાવવા દેશનો સત્તાવાર નકશો બદલવા માટે સંસદમાં બંધારણ સુધારા ખરડો રજૂ કર્યો. જ્યારે ભારતે વાર્ષિક કૈલાસ માનસરોવર યાત્રા માટે લિપુલેખ ઘાટી મારફતે નવો જમીન માર્ગ ખુલ્લો મૂકવા ઉત્તરાખંડમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કરવા નિર્ણય કર્યો ત્યાર પછી આ જટિલ પરંતુ સાપેક્ષમાં સુષુપ્ત ક્ષેત્રીય વિવાદ ધ્યાનમાં આવ્યો.

ભારતે અગાઉના જમ્મુ કાશ્મીર રાજ્યના પુનર્ગઠનનો સત્તાવાર નકશો બહાર પાડ્યો અને તેમાં કાલાપાની અને લિપુલેખ જેવા વિસ્તારો જેને નેપાળ પોતાના માને છે, તેનો પણ સમાવેશ કર્યો ત્યારથી આ વિવાદ ધીમેધીમે ઉઠવા લાગ્યો છે. નેપાળે દાવો કર્યો કે ભારતનું આ કૃત્ય વિવાદાસ્પદ અને સંવેદનશીલ બાબતો પર અગાઉની સમજૂતીઓથી વિચલન છે. નેપાળના આ દાવાને ભારતે નકારી કાઢ્યા છે. ભારતીય સેનાના વડા જનરલ નરવણેએ એ સૂચવ્યું કે, નેપાળ 'અન્ય દેશ'ના વતી વિરોધ કરી રહ્યું છે. તેમનો ઈશારો ચીન તરફ હતો. આ ટીપ્પણીથી પરિસ્થિતિ વધુ બગડી.

ભારત અને જમીનથી ઘેરાયેલા નેપાળ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને ઘણી વાર 'વિશેષ' ગણાવાય છે અને તે સારા કારણથી ગણાવાય છે. 1950ની શાંતિ અને સમજૂતી સંધિ નેપાળી નાગરિકોને ભારતમાં કામ કરવાની એ જ પહોંચ અને તક આપે છે જે ભારતીય નાગરિકો માટે છે અને સરહદ ખુલ્લી છે. નેપાળી નાગરિકો ભારતીય સેના (ખૂબ જ સન્માનિત ગોરખા રેજિમેન્ટ)નો હિસ્સો છે અને કેટલાક તો જનરલ ઑફિસરના ક્રમાંક સુધી પણ પદોન્નતિ મેળવે છે. આવું બીજા કોઈ બે રાષ્ટ્રો વચ્ચે જોવા મળતું નથી. આ બાબતોને પ્રશંસવી જોઈએ.

એશિયાના 2 મોટા દેશો વચ્ચે આવેલા ભારત અને ચીન વચ્ચે આવેલું પ્રમાણમાં નાનું રાષ્ટ્ર નેપાળ ઉથલપાથલવાળું રહે છે, પરંતુ તેમાં રાજાશાહીથી લોકશાહી તરફનું પ્રતિબદ્ધ પરિવર્તન વર્ષ 2006થી શરૂ થયું હતું અને આ સમયગાળા દરમિયાન 'વિશેષ' સંબંધોની સ્થિતિસ્થાપકતાની કસોટી થઈ. મુખ્ય દેશ ભારત સાથે 1750 કિમી લાંબી સરહદ સાથે સદીઓ જૂની કડી અને તેની જટિલ ઘરેલુ જનસંખ્યા મિશ્રણને જોતાં, ભારત-નેપાળ સંબંધ બહુસ્તરીય છે. નેપાળ બુદ્ધના જન્મની પણ ભૂમિ છે અને રાજાશાહી સમયે નેપાળ હિન્દુ રાષ્ટ્ર હતું અને સૌથી તાજા માઓવાદી ઘૂસણખોરી તબક્કા તેમજ નવજાત ચૂંટણી બાધ્યતાથી ગર્વશાળી પરંતુ સાપેક્ષમાં દુર્બળ પહાડી રાષ્ટ્રમાં નવું સામાજિક-રાજકીય પરિમાણ દાખલ થયું છે.

ત્યારથી ભારત સાથે વિશેષ સંબંધોમાં ખટાશ આવી છે અને હવે નેપાળમાં સત્તામાં નેપાળ સામ્યવાદી પક્ષ છે તેનાથી રાજકીય તેમજ વિચારધારાની રીતે ચીનને ફાયદો મળી ગયો છે. ત્યાર સુધી ચીન કોઈ પરિબળ નહોતું. દક્ષિણ એશિયામાં અલગ રાજકીય ભૂગોળ છે જેનું પ્રતિબિંબ એ હકીકતમાં પડે છે કે વ્યક્તિગત રાષ્ટ્ર (પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન અને શ્રીલંકા) પૈકી એક પણની સરહદ એકબીજા સાથે નથી અને તેઓ માત્ર ભારત સાથેની સરહદ દ્વારા જ વિસ્તરેલા ક્ષેત્રના ભાગ છે. કેટલાક ત્રણ બિન્દુઓમાં, ચીન પણ જાળીનો ભાગ છે જેના દ્વારા તે ભારતના નકશાની ગરબડમાં ઉમેરો કરે છે અને ભારતના અનેક વણઉકેલ ક્ષેત્રીય વિવાદોમાં અસાધ્યતામાં વધારો કરે છે.

બ્રિટિશ સામ્રાજ્યના વિસર્જન પછી ક્ષેત્ર સ્વતંત્ર રાષ્ટ્રોમાં વિસર્જિત થઈ ગયો અને ક્ષેત્રીય દરજ્જો પવિત્ર પણ છે અને વિવાદિત પણ છે. ભૌગોલિક કદ અને જનસંખ્યાની રીતે સૌથી મોટું રાષ્ટ્ર એવું ભારત નાના પડોશીઓની આંખણાં સંકટ તરીકે દેખાય છે. સાથે જ ચીનને દક્ષિણ એશિયા ક્ષેત્રના સંદર્ભમાં તેના પોતાના ઉદ્દેશ્યો છે જે ઘણી વાર ભારત સાથે સ્પર્ધાવાળા અથવા પ્રતિકૂળ હોય છે.

વર્તમાન કિસ્સામાં, નેપાળ સાથેનો ક્ષેત્રીય વિવાદ સંસ્થાનગત ઈતિહાસનો ભાગ છે અને વિવાદિત વિસ્તારો (લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા) પર તેનો દાવો મજબૂત કરવા 1816ની સંધિનો મુદ્દો ઉઠાવે છે, જ્યારે ભારત પાસે તેનો પોતાનો ઐતિહાસિક દાવો છે જે 1950, 1962 અને હવે 2019 પછી ઔપચારિક કરાયો છે.

ઑક્ટોબર 1962 (ચીન સાથે હાલમાં વાસ્તવિક અંકુશ રેખાએ મડાગાંઠનો મુદ્દો ઉકળી રહ્યો છે) પછીથી ભારતને ચીન સાથે તેની પોતાની ચિંતા અને સંવેદનશીલ વિવાદિત ક્ષેત્રીય બાબતો છે અને હાલના નેપાળ-ચીન રાજકીય સંબંધોથી પૂરા જાણકાર એવી કોઈ પણ વ્યક્તિને અપેક્ષા હશે કે મોદી સરકાર નેપાળ સાથે નકશાનો મુદ્દો વધુ પ્રભાવશાળી રીતે ઉકેલશે.

એવું સમજાય છે કે 8મે એ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ દ્વારા લિપુલેખ ઘાટી દ્વારા 80 કિમી રસ્તાને ખુલ્લા મૂકવાની બાબત અંગે નેપાળને પૂરી રીતે માહિતગાર રખાયું નહોતું અને નેપાળની અંદર રહેલા ભારત વિરોધી પરિબળોએ આને ભારત દ્વારા અન્યોના અધિકાર પર તરાપ તરીકે ઉઠાવ્યો. આ આક્ષેપો પાછળ જે કંઈ તથ્ય હોય, ભારત માટે પડકાર એ સુનિશ્ચિત કરવાનો છે કે જ્યારે રાષ્ટ્રવાદ અને નાના પડોશીઓ સાથે સાર્વભૌમ મુદ્દાઓને સરળતાથી ભડકાવી શકાય છે અને તેમાં ચેડા કરીને પ્રસ્તુત કરી શકાય છે ત્યારે આવો ભડકો અટકાવવા વધુ સક્રિય, સમન્વયકારી અને સમજાવટવાળો અભિગમ અગત્યનો બની જાય છે.

નેપાળમાં ભારતની છબિ મિશ્ર પ્રકારની છે. રાજીવ ગાંધી શાસનમાં જે નાકાબંધી કરાઈ હતી અને સૌથી તાજેતરમાં જ્યારે નેપાળ બંધારણનો મુસદ્દો બનાવાઈ રહ્યો હતો, ત્યારે તેમાં કેટલીક જોગવાઈઓ દાખલ કરવાના પ્રયાસો થયા તેનાથી ધમકી આપનારા મોટા ભાઈ તરીકેની છબિ બની. અનેક દ્વિપક્ષીય મુદ્દાઓને અનિશ્ચિત સ્થિતિમાં રહેવા દેવાયા છે અને (નેપાળના કહેવા મુજબ) જે પ્રતિબદ્ધતાઓ અપાઈ હતી તેનું સન્માન નથી કરાયું. જેનાથી ભારતની નિષ્ઠા પ્રત્યે શંકા ઉત્પન્ન થાય છે.

હાલમાં અશાંત દ્વિપક્ષીય સંબંધમાં સૌથી અગત્યનો સુરક્ષા તંતુ ભારતીય સેના- ખાસ કરીને ભૂમિ દળમાં નેપાળી નાગરિકોએ જે રીતે પ્રદાન કર્યું છે તે છે. કુલ સંખ્યામાં મુખ્યમાં ગોરખા બ્રિગેડની સાત રેજિમેન્ટનો સમાવેશ થાય છે જે હાલમાં સેવામાં રહેલા 35,000 દળો જેટલી થાય છે અને 90,000થી વધુ સૈનિક પેન્શનરો છે અને તેઓ ભારત-નેપાળ સંબંધોમાં ખાસ બંધ રહે છે. આ નેપાળી માનવ સંસાધનનું ભારતની એકંદર રાષ્ટ્રીય સુરક્ષામાં પ્રદાન મહત્ત્વનું છે અને તેનું પાલનપોષણ કાળજીથી થવું જોઈએ.

મોદી સરકારની પડોશી નીતિઓ અને સંબંધિત ચતુરાઈની અસરકારકતા માટે નેપાળ એ પરીક્ષાનો કિસ્સો છે. ભારતના પડોશમાં ચીનના પગપેસારાને સંભાળવો તે ઓછું જો દુષ્કર હશે જો ભારતને નાના પડોશીઓ માટે સહાનુભૂતિ રાખનારા અને વિશ્વસનીય ભાગીદાર, નાના પડોશીઓની ચિંતાઓ માટે સંવેદનશીલ તરીકે જોવામાં આવે.

નેપાળ સંસદમાં ટૂંક સમયમાં વર્તમાન નકશાનો ખરડો પસાર થઈ જશે અને ભારત માટે આ આપત્તિને અત્યાર સુધી આ કિસ્સાને જે રીતે જોવાતો આવ્યો છે તેનાથી ઓછી તીવ્રતાવાળી ઢબે હલ કરવાનો પડકાર હશે. નેપાળ સાથેના આ વિશેષ સંબંધને વધુ બગડવા દેવો જોઈએ નહીં.

સી ઉદય ભાસ્કર

Last Updated : Jun 6, 2020, 4:59 AM IST

ABOUT THE AUTHOR

...view details