ન્યૂઝ ડેસ્ક : ગત અઠવાડીયે રક્ષામંત્રી રાજનાથસીંહે એક નવા લીંક રોડનું ઉદઘાટન કર્યુ જેનાથી ચીનની સરહદ નજીક ધારચુલુથી લીપુ લેખ સુધીના રસ્તાને ટુંકાવવામાં મદદ કરશે અને કૈલાશ માનસરોવર યાત્રામાં ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે. આ રોડના ઉદઘાટનથી કાઠમંડુ અને નવી દિલ્હી વચ્ચે ફરી એક વાર તનાવની સ્થીતિ ઉભી થઈ છે. નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતુ કે 1816માં થયેલી સુગૌલી સંધી પ્રમાણે ભારતે નેપાળના એક પણ પ્રદેશ, ખાસ કરીને મહાકાલી નદીના પુર્વ તરફના લિમ્પીયાધુરા, કાલાપાની અને લીપુ લેખ સહીતના પ્રદેશો પર કોઈ પણ પ્રકારની પ્રવૃતિ ન કરવી જોઈએ.
જો કે બીજી તરફ દિલ્હીના વિદેશ મંત્રાલયે આ આક્ષેપોને નકારી કાઢતા કહ્યુ હતુ કે, “ઉત્તરાખંડ રાજ્યના પીથારોગ જિલ્લામાં તાજેતરમાં જે રોડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તે રોડ સંપુર્ણ રીતે ભારતની અંદર આવેલો છે.” આ ઉપરાંત વિદેશ મંત્રાલયે કહ્યુ કે બંન્ને દેશોની સરહદને લઈને કેટલાક મુદ્દાઓનુ સમાધાન પણ કરવામાં આવશે. તેના માટે લાંબા સમયથી એક બંન્ને દેશના સચીવો વચ્ચે એક બેઠકનું આયોજન કરવાનુ મુલત્વી છે તે બેઠક Covid-19 ની મહામારી બાદ કરવામાં આવશે.
આ અઠવાડીયે નેપાળના વિદેશમંત્રી પ્રદીપ ગ્યાવાલી એ પાર્લીયામેન્ટને જણાવ્યુ હતુ કે હિમાલયની આસપાસ આવેલા દેશો હિમાલયની પશ્ચીમ સરહદ પર કાયમી જવાનો તૈનાત કરવા માગે છે અને ભારત સાથે મળીને એક ફીક્સ બાઉન્ડ્રી પણ નક્કી કરવા માગે છે. આ મુદ્દો જૂથના અહેવાલના વિવાદાસ્પદ મુદ્દાઓ માંનો એક છે જેની ચર્ચા પ્રધાનમંત્રી મોદી સાથે કર્યા પછી તેને એમ જ રાખી દેવામાં આવ્યો હતો પરંતુ તેને જૂથના તમામ સભ્યોની સહમતી બાદ તેનુ ઔપચારીક સબમીશન બાકી છે. નેપાળના વિદેશ મંત્રીએ સોમવારે ભારતીય રાજદૂત વિનય કવાત્રાને સમન્સ પાઠવ્યાના અહેવાલ આવ્યા હતા પરંતુ ત્યાર બાદ વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તે કોઈ સમન્સ નહી પરંતુ મીટીંગ હતી.