આ સંગઠને પોતાના સર્વેના રિપોર્ટ અનુસાર વધુમાં જણાવ્યું કે, મોબાઈલ ડેટાના મુદ્દે ભારાત દુનિયાનું સૌથી સસ્તુ બજાર છે.
મે મહિનામાં GSMA ઈન્ટેલિજેન્સ કંપનીના રિપોર્ટ અનુસાર, "દેશમાં 5G કનેક્શન 2025 સુધી 8.8 કરોડ સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. આ મુદ્દે ભારત ચીનથી પાછળ હશે. ચીનમાં 2025 સુધી 30 ટકા કનેક્શન 5G સુવિધા ધરાવતા હશે."
રિપોર્ટ મુજબ 2018ના અંત સુધી મોબાઈલ કનેક્શનના ગ્રાહકોની સંખ્યા 75 કરોડ જેટલી હતી. આ સંખ્યાં 2025માં 92 કરોડ સુધી પહોંચી શકે છે.
તેમાં કહેવાયું છે કે દુનિયાના નવા મોબાઈલ ગ્રાહકોમાં ભારતની ભાગીદારી એક તૃતિયાંશ જેટલી હશે.
GSMAના અનુમાન મુજબ ભારતીય મોબાઈલ બજાર 2019ના અંતિમ 6 મહિનાની આવકમાં પ્રગતિના પંથે આી જશે અને 2025 સુધી તેમાં સામાન્ય વધારો થશે. આમ છતાં બજારની આવક 2016ની સરખામણીએ ઓછી રહેશે.
ટ્રાઈના આંકડા મુજબ ઑક્ટોબર-ડિસેમ્બર 2018ના સમયગાળામાં દૂરસંચાર ક્ષેત્રમાં એક વર્ષ પહેલા સમાન ગાળામાં કુલ આવક 3.43 ટકા ઘટીને રૂ. 58,991 કરોડ થઈ હતી.
સંગઠને વધુમાં કહ્યું કે વૈશ્વિક મોબાઈલ ડેટાની કિંમતને લઈને 2018ના અંતિમ ત્રિમાસ દરમિયાન કરાયેલા સર્વેમાં 200 દેશોમાં ભારત સૌથી સસ્તુ બજાર છે.
GSMA દ્વારા દૂરસંચાર કંપનીઓની નાણાંકીય અડચણો ઘટાડવા માટે લાઈસંસ ફી 8 ટકાથી ઓછી કરી 6 ટકા તથા સ્પેક્ટ્રમ ફી 3-8 ટકાથી ઘટાડીને 1 ટકા કરવાનું સૂચન અપાયું છે.
રિપોર્ટ અનુસાર 2025માં ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર હશે.