ભાજપના નેતા હેંમત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગુવાહટીમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ભારત અને જાપાન વચ્ચે વાર્ષિક શિખર સંમેલન આસામમાં થશે. હેંમત બિસ્વાએ મીડિયાને કહ્યું કે, નાગરિકતા સંશોધન કાનૂનને લઈ હિંસા બાદ રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. ત્યારે ગુવાહાટીમાંથી કર્ફયુ દૂર કરાયો છે. પરંતુ જ્યાં સુધી સ્થિતિની સમીક્ષા ન થાય ત્યાં સુધી રાત્રિના સમયે કર્ફયુ રહેશે. ભારત-જાપાન શિખર સંમેલન ગુવાહાટીમાં યોજાશે. આ બેઠેકનું આયોજન 15 અને 16 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ અશાંતિને લઈ બેઠક રદ્દ કરવામાં આવી હતી.
આસામમાં જ ભારત-જાપાનનું શિખર સંમેલન યોજાશે : હિમંત બિસ્વા - CAAProtests
ગુવાહાટી: ભાજપના નેતા હિંમત બિસ્વા સરમાએ કહ્યું કે, ભારત જાપાન વચ્ચે પ્રસ્તાવિત વાર્ષિક શિખર સંમેલન આસમમાં થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ શિંજો આબે વચ્ચે ગુવાહટીમાં 15 અને 16 ડિસેમ્બરના રોજ શિખર સંમેલન હતું. પરંતુ નાગરિકતા સંશોધન બીલને લઈ અસમ સહિત પૂર્વોતર વિસ્તારમાં ફેલાયેલી અશાંતિને કારણે આ સમિટ રદ્દ કરવામાં આવી હતી.
વડાપ્રધાને નિર્ણય લીધો છે કે, ગુવાહાટીનો કાર્યક્રમ સ્થળને સ્થાળાંતરીત કરવામાં આવશે નહી. પરંતુ તારીખ બદલવામાં આવશે. અસમમાં તોડફોડ અને હિંસક ઘટનાઓને લઈ 136 કેસ દાખલ થયા છે. જેમાં પોલીસે દાખલ કરેલી ફરિયાદની સંખ્યા વધી 199 થઈ છે, સરમાએ કહ્યું કે, ગુવાહાટીમાં શંકરદેવ કલાક્ષેત્રમાં તોડફોડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે,સમગ્ર ઘટનામાં કોંગ્રેસ કાર્યકર્તાનો હાથ છે.
ગુવાહાટી ભીડ હિંસાને લઈ તેમણે કહ્યું કે, આ હિંસામાં એવા લોકોની મોટી ભાગેદારી છે. જે ગુવાહાટી નાગરિક નથી. જે અસમના જિલ્લામાંથી આવ્યા હતા. અને આંદોલનમાં ભાગ લેવા માટે આવ્યા હતા.