ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોના મુદ્દે વડાપ્રધાન મોદીએ જાપાન અને નેપાળના PM સાથે કરી ચર્ચા - નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને લઈને જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી સાથે ફોન પર વાતચીત કરી હતી. જાણો સંપૂર્ણ સમાચાર...

india-japan-partnership-can-help-develop-new-tech-for-post-covid-world
કોરોના મુદ્દે PM મોદીએ જાપાન અને નેપાળના PM સાથે કરી ચર્ચા

By

Published : Apr 10, 2020, 4:17 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિંઝો આબે અને નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી સાથે કોરોના વાઇરસ સંબંધે ફોન પર વાત કરી હતી. આ અંગે PM મોદીએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

PM મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'કોરોના વાઇરસ અંગે મેં જાપાનના વડાપ્રધાન શિંઝો આબે સાથે ફોન પર વાતચીત કરી હતી. મારા મિત્ર જાપાનના વડાપ્રધાન સાથે કોરોના મુદ્દે સારી ચર્ચા થઈ છે. આ વાતચીતમાં શિંઝો આબેએ જણાવ્યું હતું કે, કોરોના પર ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સાથે આપણા લોકો અને ભારત-પ્રશાંત ક્ષેત્ર માટે નવી તકનીક વિકસાવશે. આ સિવાય સમસ્યાનો ઉકેલો શોધવામાં બંને દેશ સાથે મળી કામ કરશે.

બીજી તરફ PM મોદીએ ટ્વીટ કર્યું કે, મેં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી સાથે પણ ફોન પર વાતચીત કરી હતી. બંને દેશમાં કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા થઈ. ભારત આ પડકાર સામે લડવા માટે નેપાળના લોકોની પ્રશંસા કરે છે. અમે કોરોના વાઇરસ સામેની લડતમાં નેપાળ સાથે છીએ.

ABOUT THE AUTHOR

...view details