ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનની શાર્પ પાવર વિસ્તારવાદીની નીતિને અશક્ત બનાવવાનું આયોજન કરી રહ્યું છે ભારત

ચીન અને ભારત વચ્ચે 45 વર્ષમાં પહેલી વાર થયેલી હિંસાને કારણે ભારત અને ચીન બન્ને આ તણાવને ઓછો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ નવી દિલ્હીમાં બેઇજીંગની ‘શાર્પ પાવર’ વિસ્તરણની નીતિને અશક્ત બનાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

By

Published : Aug 3, 2020, 5:12 PM IST

China’s sharp power expansion policy
China’s sharp power expansion policy

નવી દિલ્હી: એક તરફ આ વર્ષે જૂનમાં લદ્દાખમાં થયેલી અથળામણ અને તેના પરિણામે બે એશિયન જાયન્ટ એટલે કે ચીન અને ભારત વચ્ચે 45 વર્ષમાં પહેલી વાર થયેલી હિંસાને કારણે ભારત અને ચીન બન્ને આ તણાવને ઓછો કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજી તરફ નવી દિલ્હીમાં બેઇજીંગની ‘શાર્પ પાવર’ વિસ્તરણની નીતિને અશક્ત બનાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે.

એક અહેવાલો મુજબ તાજેતરમાં જ જેને નવુ નામ આપવામાં આવ્યુ છે તેવુ ભારતનુ શિક્ષા મંત્રાલય ભારતની સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી ચીનની કોન્ફ્યુશિયસ સંસ્થાના પાઠ ભણાવવાની ચીનની નિતિની સમીક્ષા કરવા તૈયાર છે.

કન્ફ્યુશિયસ સંસ્થાઓ એ ચીનમાં આવેલી કોલેજ અને યુનિવર્સિટીની ચીનની બહાર અન્ય દેશોમાં આવેલી કોલેજ અને યુનિવર્સિટી સાથેની જાહેર શૈક્ષણિક ભાગીદારી માટે કામ કરતી સંસ્થાઓ છે. ચીનના શિક્ષણ મંત્રાલય સાથે સંલગ્ન એવા ‘હનબન’ (ચાઇનીઝ લેંગવેજ કાઉન્સીલ ઇન્ટરનેશનલની સત્તાવાર ઓફિસ) દ્વારા આ ભાગીદારી માટે ભંડોળ આપવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે.

ચાઇનીઝ ભાષાને પ્રોત્સાહન આપવુ, સ્થાનિક ચાઇનીઝ શિક્ષણને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવું અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન કરવું એ આ પ્રોગ્રામનો મુખ્ય ધ્યેય છે. જે દેશોમાં ચીન વ્યવહાર કરી રહ્યુ છે. એ દેશોમાં ચાઇનીઝ ભાષાનો પ્રભાવ વધારવાના ધ્યેય સાથે કામ કરવા માટે આ સંસ્થાની ખુબ ટીકા પણ કરવામાં આવી હતી.

કન્ફ્યુશિયસ ઇન્સ્ટીટ્યુટ પ્રોગ્રામ 2004માં શરૂ થયો હતો, તેને હનબન દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો અને વ્યક્તિગત રીતે અલગ અલગ યુનિવર્સિટી તેની દેખરેખ રાખતી હતી. દુનિયાભરમાં જે તે દેશની સ્થાનિક સંલગ્ન કોલેજ અને યુનિવર્સિટીના સહયોગથી આ સંસ્થાઓને ચલાવવામાં આવે છે અને તેનો ખર્ચ હનબન અને યજમાન સંસ્થા સાથે મળીને ઉઠાવે છે.

બેઇજીંગ ફ્રાન્સની એલાયન્સ ફ્રાન્સીઝ અને જર્મનીની ગોથે ઇન્સ્ટીટ્યુટ જેવી સંસ્થાઓ સાથે મળીને કોન્ફ્યુશિયસ ઇન્સ્ટીટ્યુટ પ્રોગ્રામ બનાવવાનો પ્રયત્ન કરે છે. જે અન્ય દેશોમાં સબંધીત ભાષા અને સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરે છે. જો કે, એલાયન્સ ફ્રાન્સીસ અને ગોથે ઇન્સ્ટીટ્યુટ અન્ય દેશોમાં સ્વતંત્ર રીતે કામ કરે છે. જ્યારે તેનાથી વિપરીત કોન્ફ્યુશિયસ ઇન્સ્ટીટ્યુટ ચીનની સરકારના ભંડોળથી અન્ય દેશોમાં ત્યાંની સ્થાનિક સંસ્થાઓના સહયોગથી કામ કરવા ઈચ્છે છે.

તજજ્ઞોનું માનવુ છે કે, કોન્ફ્યુશિયસ ઇન્સ્ટીટ્યુટ પ્રોગ્રામ એ બેઇજીંગની ‘શાર્પ પાવર’ વિસ્તરણવાદી નીતિનો જ એક ભાગ છે. ‘શાર્પ પાવર’એ એક દેશ દ્વારા કોઈ એક ચોક્કસ દેશને લક્ષ્યમાં રાખીને તેને પ્રભાવિત કરીને તેને પોતાના કાબુમાં લેવા માટેની ચાલાકીપૂર્ણ રાજદ્વારી નીતિ છે.

સરમુખત્યારશાહી સરકારો દ્વારા લોકશાહી દેશોમાં બતાવવામાં આવતા પાવર માટેની આક્રમક અને વિનાશક નીતિઓનું વર્ણન કરવા માટે સૌ પ્રથમ નેશનલ એન્ડાઉનમેન્ટ ફોર ડેમોક્રસી ઓફ યુએસ દ્વારા આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ નીતિઓને ‘હાર્ડ પાવર’ કે ’સોફ્ટ પાવર’ તરીકે નહી, પરંતુ ‘શાર્પ પાવર’ તરીકે વર્ણવવામાં આવી હતી.

ભારતનું શિક્ષા મંત્રાલય હવે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા અને ચીનની સંસ્થા વચ્ચે કોન્ફ્યુશિયસ ઇન્સ્ટીટ્યુટના અભ્યાસક્રમો માટે થયેલા મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (MoUs)ની સમીક્ષા કરવાની તૈયારી કરી રહ્યુ છે.

જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)ના સેન્ટર ફોર ચાઇનીઝ એન્ડ સાઉથઇસ્ટ એશીયાન સ્ટડીઝના ચેરમેન, બી.આર. દીપકે ETV Bharat સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, અન્ય દેશોના ઉદારમતવાદી તંત્રમાં પ્રવેશ કરવા માટે બેઇજીંગ દ્વારા કોન્ફ્યુશીયસ ઇન્સ્ટીટ્યુટનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ઇન્સ્ટીટ્યુટ સ્થાપવા માટે 2005માં JNU અને પેકીંગ યુનિવર્સીટી વચ્ચે થયેલી ભાગીદારી બાદ પાંચ વર્ષના સમયગાળા બાદ આ કરાર નિષ્ફળ ગયા છે. જો કે, પેકીંગ યુનિવર્સિટી દ્વારા આ કરારને લાગુ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે પરંતુ JNU એ સ્પષ્ટતા કરી હતી કે તે યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન અંતર્ગત કાર્યરત છે અને તે આ પ્રકારની ઇન્સ્ટીટ્યુટની સ્થાપના કરી શકતા નથી.

દીપકે જણાવ્યુ હતુ કે, JNU દ્વારા સત્તાવાર રીતે હનબન અને નવી દિલ્હી સ્થીત ચાઇનીઝ એસેમ્બલી સાથે વાતચીત કરવામાં આવી છે કે તેઓ અહીંયા આવી કોઈપણ પ્રકારની સંસ્થા સ્થાપવામાં રસ ધરાવતા નથી. શિક્ષા મંત્રાલય દ્વારા યુનિવર્સિટી ઓફ મુંબઇ, વેલોર ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, જલંધરમાં આવેલી લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, ઓ.પી. જીંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, સોનપત, કોલકતા સ્થીત સ્કુલ ઓફ ચાઇનીઝ લેંગ્વેજ, કોઇમ્બતુરમાં આવેલી ભારતીયર યુનિવર્સિટી તેમજ કે.આર. મંગલમ્ યુનિવર્સિટી, ગુરુગ્રામમાં ચાલતી કોન્ફ્યુશીયસ યુનિવર્સિટીની સમીક્ષા કરવામાં આવશે. JNU દ્વારા UGCના ધ્યાન પર લાવવામાં આવ્યુ હતુ કે, ખાનગી અને કેન્દ્રીય યુનિવર્સિટીમાં આ પ્રકારની ચીનની યુનિવર્સિટીની સ્થાપના કરવાની પરવાનગી આપવા માટે તેમના બે પરીમાણો ન હોવા જોઈએ.

દીપકે જણાવ્યુ હતુ કે, હવે શિક્ષા મંત્રાલય આ મુદ્દાને ઉઠાવવા માગે છે. તેઓ માને છે કે હવે એક ‘સમાન નીતિ’ની જરૂરિયાત ઉભી થઈ રહી છે. વિશ્વભરમાં 500થી વધુ કોન્ફ્યુશિયસ ઇન્સ્ટીટ્યુટ ચાલી રહી છે. જેમાં 100થી વધુ ઇન્સ્ટીટ્યુટ માત્ર USમાં આવેલી છે. જો કે, બેઇજીંગ દ્વારા ‘શાર્પ પાવર’ની નીતિઓનું વિસ્તરણ કરવા માટે આ સંસ્થાઓનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી આ સંસ્થાઓની સતત બદનામી થઈ રહી છે.

દીપકે જણાવ્યુ હતુ કે, આ શ્રીલંકા, નેપાળ, સેન્ટ્રલ એશીયાન અને બાલ્કન જેવા દેશોમાં આ સંસ્થાઓને સ્થાપવામાં આવી છે કારણકે આ દેશો નોકરી માટેની તકો આપે છે. ચીનની સરકારના કહેવા પ્રમાણે, જો કોન્ફ્યુશીયસ ઇન્સ્ટીટ્યુટની ભલામણ હોય તો જ વિદ્યાર્થીને સ્કોલરશીપ મળે છે. જો કે કોન્ફ્યુશીયસ ઇન્સ્ટીટ્યુટ અલગ અલગ શાખાઓ માટે સ્કોલરશીપની ભલામણ કરે છે, પરંતુ મોટાભાગની તેમની ભલામણો ચાઇનીઝ ભાષા માટેની હોય છે.

દીપકે જણાવ્યુ હતુ કે, બેઇજીંગ આફ્રિકા ખંડમાં પોતાનો પ્રભાવ વધારવાનું લક્ષ્ય ધરાવતુ હોવાથી આફ્રિકામાંથી હજારો વિદ્યાર્થીઓ ચીનની ઉચ્ચ અભ્યાસ માટેની સંસ્થાઓમાં શિષ્યવૃતિ મેળવવા માટે અરજી કરે છે. હવે ભારત ચીનની ‘શાર્પ પાવર’ નીતિને નબળી બનાવવાનું આયોજન કરી રહ્યુ છે.

-અરોનીમ ભુયાન

ABOUT THE AUTHOR

...view details