આસામ ગણ પરિષદના નેતા અને પ્રદેશના બે વખત મુખ્યપ્રધાન રહી ચૂકેલા મહંતે પાર્ટી નેતૃત્વની આલોચના કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે, સત્તાની લાલચમાં હાલના નેતૃત્વએ આસામના લોકોને અંધારામાં રાખ્યા છે.
મહંતે કહ્યું કે, 'ભારત બરાબર તે જ લાઇન પર આગળ વધી રહ્યું છે, જે લાઇન પર હિટલર નાજી જર્મનીમાં આગળ વધી રહ્યો હતો. આપણે સાવધાન નહીં રહીએ તો તે આપણા માટે ખતરનાક સાબિત થશે.'
તેમણે આરોપ લગાવ્યો કે, રાજ્યના મુખ્યપ્રધાન અને એક બાગી નેતાની વચ્ચે રચાયેલા ષડયંત્રના કારણે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સુરક્ષા કવર પરત લેવામાં આવી છે.
પૂર્વ મુખ્યપ્રધાને કહ્યું કે, તેમની પાર્ટીએ અત્યાર સુધી ભાજપના નેતૃત્વવાળા રાજગમાં રહેવા અને રાજ્યસભામાં આ બિલનું સમર્થન કરવા છતાં તે સતત નાગરિક્તા બિલનો દરેક પ્લેટફોર્મ પર વિરોધ કરતા રહેશે.
તેમણે કહ્યું કે, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા કવર પરત લેવાની સૂચના તેમને શનિવારે આપવામાં આવી હતી.