ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત પાસે કોરોના વાઈરસને ઉખાડી ફેંકવાની જબરદસ્ત ક્ષમતાઃ WHO - ડૉ. માઈકલ જે. રયાન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાણાવ્યું છે કે, ભારત પાસે કોરોના વાઈરસ સામે લડવાની જબરદસ્ત ક્ષમતા છે. ભારતે પહેલા પણ શીતળા અને પોલીયો જેવા રોગોને ઉખાડી ફેંકયા છે.

etv bharat
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કાર્યકારી દિગ્દર્શક

By

Published : Mar 24, 2020, 5:08 PM IST

જીનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાણાવ્યું છે કે, ગીચ વસ્તી ધરાવતો ભારત દેશ કોરાના વાઈરસનું ભવિષ્ય નક્કી કરશે. ભારત દેશ કોરોના વાઈરસ સામે લડવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. ડૉ. માઈકલ જે. રયાને જાણાવ્યું કે, ભારત ચીનની જેમ વધુ વસ્તી ધરાવતો દેશ છે. ગીચ વસ્તી ધરાવતા મોટા દેશો કોરોના વાઈરસનું ભવિષ્ય નક્કી કરી શકે છે. મહત્વનું છે કે, ભારતે જાહેર આરોગ્ય સ્તરે કોરોના વાઈરસ પર આક્રમક પગલાં લેવાનું શરૂ રાખે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતે આ પહેલા પણ શીતળા અને પોલીયો જેવા રોગોને ઉખાડી ફેંકયા છે.

ABOUT THE AUTHOR

...view details