આ સર્વે કૉસમૉસ ઈંસ્ટિટ્યૂટ ઑફ મેંટલ હેલ્થ એન્ડ બિહેવિયરલ સાયંન્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તેમા જણાવ્યા પ્રમાણે ભારતમાં માનસિક બિમારીની ટકાવારી 13.7 ટકા છે અને લગભગ 15 લાખ લોકોને તાત્કાલિક મદદની જરુર છે. આપણા દેશમાં લોકો માનસિક સ્વસ્થતા બતાવતામાં ઘણા ઉદાસિન છે.
આંકડા પ્રમાણે 43 ટકા લોકોની તેમની માનસિક સ્થિતી અથવા તો તેમના પરિવારવાળાને તેની જાણકાર હોય છે, પણ ફક્ત 20 ટકા લોકો જ તેની સારવાર માટે આગળ આવે છે.
આ જ કારણ છે કે, ભારતમાં સૌથી વધારે આત્મહત્યા થાય છે. CIMBS દ્વારા જાહેર કરાયેલા આ આંકડા પ્રમાણે જોઈએ તો ભારતમાં પ્રતિ એક લાખ લોકોમાં આત્મહત્યાના સરેરાશ 17.8 ટકા છે, જ્યારે વિશ્વમાં આ આંકડો 10.5 ટકા છે.
દર વર્ષે દેશમાં 2.2 લાખ લોકો આત્મહત્યા કરે છે. જે સૌથી ગંભીર અને ચિંતાનો વિષય છે.ત્યારે આવા સમયે સૌથી જરૂરી છે કે, લોકોને આ અંગે જાગૃત કરવામાં આવે.લોકો આ માનસિક બિમારીને પણ અન્ય બિમારીની માફક જોવે અને નિષ્ણાંતનો જલ્દીથી સંપર્ક કરે