એક સમારોહમાં આ લડાકુ વિમાન ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને સોંપવામાં આવ્યું હતું. આ સમારોહમાં ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લે અને ડેસો એવિએશનના સીઈઓ એરિક ટ્રેપિએ અને રાફેલના નિર્માતાઓ પણ હાજર રહ્યા હતાં.
જાણો ભારતના ગેમ ચેન્જરની ખાસિયત જણાવી દઈએ કે, એર ચીફ માર્શલ રાકેશ ભદોરિયાએ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ સમારોહ ભારતીય વાયુસેનાના ફાઉન્ડેશનમાં થયો હતો.
રાજનાથ સિંહ સોમવારે ત્રણ દિવસીય મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા હતાં. તેના આગમન પર, સંરક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે, આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે હાલની વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાનો છે.
સમારોહ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું કે, ફ્રાન્સમાં રહીને ખુશ છું આ મહાન રાષ્ટ્ર ભારતનું એક મહત્વપૂર્ણ રાજનીતિક ભાગીદાર છે અને આપણો વિશેષ સંબંધ ઔપચારિક સંબંધો કરતા ઘણા આગળ છે. મારી ફ્રાંસ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેની હાલની વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાનો છે.