ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વૈશ્વિક સ્ત્રી-પુરૂષ સમાનતા સૂચકઆંકમાં ભારત 95માં સ્થાન પર - Rank

નવી દિલ્હી: વૈશ્વિક સ્ત્રી-પુરૂષ સમાનતા સૂચકઆંકમાં ભારત 129 દેશોમાંથી 95માં સ્થાન પર આવે છે. આ સૂચકઆંક, ગરીબી, સ્વાસ્થ્ય, શિક્ષા, સાક્ષરતા, રાજકીય પ્રતિનિધિત્વ અને કાર્યસ્થળ પર સમાનતા જેવા પાસાઓને આધારે આંકવામાં આવે છે.

ફાઇલ ફોટો

By

Published : Jun 5, 2019, 1:28 PM IST

સતત વિકાસ લક્ષ્ય લેગિંક સૂચકઆંકને બ્રિટેનની ઇક્કિવ મેજર્સ 2030 દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ આફ્રિકન વુમન્સ ડેવલોપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન નેટવર્ક , એશિયા પૈસેફિક રિસોર્સ એન્ડ રિસર્ચ સેન્ટર ફૉર વુમન, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન, ઇન્ટરનેશનલ વુમન્સ હેલ્થ કોલિશન સહિત ક્ષેત્રીય અને વૈશ્વિક સંગઠન દ્વારા એક સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

તો આ નવા સૂચકઆંકમાં 17 આધિકારીક સતત વિકાસ લક્ષ્યોમાં થી 14ના 51 સંકેતક પણ શામેલ છે.

વૈશ્વિક રિપોર્ટ
સૂચકઆંકમાં ભારત દુનિયાના 129 દેશોમાં 95માં સ્થાન પર છે. ભારતનો સૌથી વધુ સ્કોર SDGના ત્રણ ના સ્વાસ્થ્ય ક્ષેત્ર (79.9), ભૂખ અને પોષણ (7932) અને ઉર્જા ક્ષેત્રે (71.8)માં રહ્યોં છે. ભારતનો સૌથી ઓછો સ્કોર ભાગીદારી ક્ષેત્રે (18.3), ઉદ્યોગ ક્ષેત્રે, મૂળભૂત માળખું અને નવીનીકરણ(38.1) અને જળવાયુ(43.4) માં રહ્યું છે. ભારત એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં નીચેના સ્થાન પર છે. એશિયા અને પ્રશાંતના 23 દેશોમાંથી 19મું સ્થાન મળ્યું છે. સૂચકઆંકમાં પહેલા સ્થાન પર ડેનમાર્ક અને 129માં સ્થાન પર ચાડ છે. ચીન 74માં સ્થાન પર છે. અને પાકિસ્તાન 113માં સ્થાન પર છે. જ્યારે નેપાલ 102માં સ્થાન પર છે. તો આ સૂચકઆંકમાં બાંગ્લાદેશે 102મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details