ઑકલેન્ડ : ઓસ્ટ્રેલિયાની સામે વન ડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી છે, જ્યાં ટીમ આજે પ્રથમ T-20 રમી અભિયાનનો પ્રારંભ કરશે. આ તકે સીરિઝને લઇને કેપ્ટન કોહલીએ અનેક વાતચીત કરી હતી.
ન્યૂઝીલેન્ડે ગત વર્ષે રમાયેલા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને હાર આપી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, ન્યૂઝીલેન્ડ ટીમ સામે બદલો લેવાનું વિચારતો નથી.
જો ન્યૂઝીલેન્ડ ટીમની વાત કરવામાં આવે તો ટીમનો આત્વિશ્વાસ લાગે છે. જેનું કારણ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં મળેલી 0-3 હાર છે. ભારત વિરુદ્ધની સીરિઝમાં ટીમને મુશ્કેલી ઓછી નથી. ટ્રેન્ટ બાઉલ્ટ, લૉકી ફગ્રયૂસન, મૈટ હેનરી અને જિમ્મી નીશમ ઈજાને કારણ ટીમ બહાર છે.
ભારતે ગત્ત પ્રવાસ પર ન્યૂઝીલેન્ડમાં તેમના ઘરઆંગણે 2-1થી જીત મેળવી હતી. આ સીરિઝમાં કેન વિલિયમ્સન T-20માં પરત ફરી રહ્યો છે. જે કીવી ટીમ માટે સારા સમાચાર છે.