ગુજરાત

gujarat

ETV Bharat / bharat

WHOના કાર્યકારી બોર્ડમાં ભારતની પસંદગી - ભારતની WHOના કાર્યકારી બોર્ડમાં પસંદગી

વિશ્વ સ્વાસ્થય સંગઠનના કાર્યકારી બોર્ડની અધ્યક્ષતા માટે ભારત સહિત 10 રાષ્ટ્રોને મંગળવારે 3 વર્ષના સમય માટે પસંદ કરવામાં આવ્યા છે.

Etv Bharat, Gujarati News, India Elected for who executive board
India Elected for who executive board

By

Published : May 20, 2020, 11:15 AM IST

જિનેવાઃ ભારત સહિત દસ રાષ્ટ્રોને 3 વર્ષના સમય માટે વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના કાર્યકારી બોર્ડ અધ્યક્ષ મંગળવારે પસંદ કર્યા છે. વિશ્વ સ્વાસ્થય સભા, WHOના નિર્ણય લેનારી સંસ્થાએ પોતાના 73માં સમ્મેલન દરમિયાન બોત્સવાના, કોલંબિયા, ધાના, ગિની-બિસાઉ, મેડાગાસ્કર, મેડાગાસ્કર, ઓમાન, રુસ, કોરિયા ગણરાજ્ય અને યૂનાઇટેડ કિંગડમની સાથે ભારતને પણ પસંદ કરવામાં આવ્યો છે.

WHO દ્વારા કોરોના વાઇરસ સંકટની પ્રતિક્રિયાની તપાસના આહ્વાન બાદ ભારતને નામિત કરવામાં આવ્યો હતો. વિશ્વ સ્વાસ્થય સંગઠને સોમવારે પોતાના અધિકાંશ સભ્યોને એક સ્વતંત્ર તપાસ શરુ કરવાની વાત કરી હતી. કોરોના વાઇરસની આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાને કઇ રીતે પ્રબંધિત કરે છે, જેના પર અમેરિકાએ ચીન પર આ મહામારીને લઇને પ્રહાર કર્યા હતા. જેથી 3 લાખથી વધુ લોકો માર્યા ગયા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પણ પડી ભાંગી છે.

જો કે, અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક મહામારી માટે WHO અને ચીન પર નિશાન સાધ્યું હતું. તેમણે કોરોના વાઇરસ પ્રકોપને પ્રારંભિક ચરણ દરમિયાન મૌન માટે વિશેષ રુપે ચીનને દોષી ગણાવ્યો છે.

ટ્રમ્પે ખૂબ જ ખરાબ કામ કરવા માટે WHOને દોષિ ગણાવ્યા છે અને કહ્યું કે, તે આ વાત પર વિચાર કરી રહ્યા છે કે, શું વાર્ષિક અમેરિકી ફંડિંગ 450 મિલિયન ડૉલર પ્રતિ વર્ષથી 40 મિલિયન ડૉલરનો ઘટાડો થયો છે.

ટ્રમ્પે કહ્યું કે, જ્યાં સુધી WHO આવતા 30 દિવસોમાં વેપાર સુધાર નહીં કરે, ત્યાં સુધી તે US ફંડિંગને અસ્થાયી રુપે રોક લગાવશે.

ABOUT THE AUTHOR

...view details