ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હવે બુદ્ધ પર વિવાદ, જયશંકરની ટિપ્પણી અંગે ભારતની સ્પષ્ટતા, કહ્યું- ભારતે નૈતિક નેતૃત્વની વાત કરી - નેપાળનો આરોપ

ભારતે ગૌતમ બુદ્ધ પર વિદેશપ્રધાનની ટિપ્પણીના વિવાદને નકારી કાઢતાં કહ્યું છે કે, વિદેશ પ્રધાને ભારતની નૈતિક નેતૃત્વમાં વાત કરી હતી. આ પહેલા ભારતના વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકરે એક સમ્મેલનને સંબોધન કરતી વેળાએ કહ્યું હતું કે, મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ આ બન્ને એવા ભારતીય મહાપુરૂષો છે, જેમણે દુનિયા હંમેશા યાદ રાખશે.

Buddha's birthplace
ગૌતમ બુદ્ધ પર જયશંકર

By

Published : Aug 10, 2020, 9:16 AM IST

નવી દિલ્હી: ભારતે ગૌતમ બુદ્ધના જન્મસ્થળને લઇને થયેલા વિવાદને નકારી કાઢતાં રવિવારે કહ્યું કે, વિદેશપ્રધાન એસ. જયશંકર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર 'આપણા સહિયારા બૌદ્ધ વારસા' વિશે હતી. જેમાં કોઈ શંકા નથી કે, બૌદ્ધ ધર્મ સ્થાપકનો જન્મ નેપાળના લુમ્બિનીમાં થયો હતો. જે હાલ નેપાળમાં છે.

જયશંકરે શનિવારે એક વેબિનારમાં ભારતની નૈતિક નેતૃત્વ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીની ઉપદેશો આજે પણ પ્રાસંગિક છે. હાલ નેપાળી મીડિયામાં આવેલા સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, જયશંકરે બુદ્ધને ભારતીય ગણાવ્યા હતાં.

ભારતનું નિવેદન

નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના એક પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે રવિવારે કહ્યું કે, શનિવારના એક કાર્યક્રમમાં વિદેશપ્રધાનની એક ટિપ્પણી 'આપણા સહિયારા બૌદ્ધ વારસા' વિશે હતી. વિદેશપ્રધાને કહ્યું કે, એમાં કોઈ શંકા નથી કે, બૌદ્ધ ધર્મ સ્થાપકનો જન્મ નેપાળના લુમ્બિનીમાં થયો હતો. જે હાલ નેપાળમાં છે. આ પહેલાં રવિવારે નેપાળી મીડિયામાં આવેલી જયશંકરની ટિપ્પણીઓ પર વાંધો ઉઠાવતા નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, "બુદ્ધનો જન્મ નેપાળના લુમ્બિનીમાં થયો છે, તે સુસ્થાપિત અને ઔતિહાસિક પુરાવા પર આધારિત એક અવિશ્વસનીય તથ્ય છે."

નેપાળનો આરોપ

નેપાળ વિદેશ મંત્રાલયના એક આધિકારિક પ્રવક્તાએ કહ્યું કે, બૌદ્ધનું જન્મસ્થળ અને બૌદ્ધ ધર્મની સ્થાપનાથી જોડાયેલા એક સ્થાનોમાં લુમ્બિની, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં છે.

ABOUT THE AUTHOR

...view details