ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇન્ડિયા કોરોના અપડેટ: ભારતમાં કોરોનાના નવા 27,071 કેસ નોંધાયા, 336 ના મોત - ભારતમાં સ્વસ્થ થયેલા કોરોના દર્દીઓ

ભારતમાં સોમવાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 98,84,100 પર પહોંચી છે. ICMRના આંકડાઓ મુજબ રવિવારે 8,55,157 કોરોના ટેસ્ટિંગના નમૂના લેવાયા હતા.

ઇન્ડિયા કોરોના અપડેટ: ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો 98,84,100 પર
ઇન્ડિયા કોરોના અપડેટ: ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો 98,84,100 પર

By

Published : Dec 14, 2020, 1:25 PM IST

  • ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 98,84,100 પર પહોંચી
  • રવિવારે 8,55,157 કોરોના ટેસ્ટિંગના નમૂના લેવાયા

હૈદરાબાદ: ભારતમાં સતત ત્રીજીવાર નવા નોંધાયેલા કોરોના કેસ 30,000થી નીચેની સપાટીએ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ દેશમાં અત્યાર સુધી કુલ 98.84 લાખ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે 93.88 લાખ લોકો આ ભયાનક બીમારીમાંથી સ્વસ્થ થયા છે.

ઇન્ડિયા કોરોના અપડેટ: ભારતમાં કોરોના સંક્રમણનો આંકડો 98,84,100 પર

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27,071 કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 27,071 કેસ નોંધાયા છે. જ્યારે 336 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 1,43,355 પર પહોંચ્યો છે. ICMR દ્વારા અપાયેલી માહિતી મુજબ અત્યાર સુધી 15,45,66,990 કોરોના સેમ્પલ લેવાયા છે જેમાંથી રવિવારે 8,55,157 સેમ્પલ લેવાયા છે.

ABOUT THE AUTHOR

...view details