નવી દિલ્હી : ભારતમાં કોવિડ-19ના 70,496 નવા કેસ સામે આવ્યા બાદ બુધવારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 69 લાખથી પાર થઇ ગઇ છે. જોકે, 59,06,070 લોકો આ મહામારીમાં સ્વસ્થ થઇ ચૂક્યા છે. આંકડાઓ અનુસાર નવા કેસ સામે આવતા દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 69,06,152 થઇ ગઇ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના સંક્રમણથી 964 લોકોના મોત થયાં છે. જ્યારે કોરોના સંક્રમણમાં કુલ મોતની સંખ્યા 1,06,490 થઇ ગઇ છે.
ભારત COVID-19 ટ્રેકર: 24 કલાકમાં કોરોનાના 70,496 નવા કેસ, 964 મોત - India's COVID-19
ભારતમાં કોવિડ-19ના 70,496 નવા કેસ સામે આવ્યા બાદ બુધવારે દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 69 લાખથી પાર થઇ ગઇ છે.
ભારત COVID-19 ટ્રેકર
દેશમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં 8 ઓક્ટોમ્બરે 11,68,705 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.