ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં કોરોનાઃ આત્યાર સુધી 23.96 લાખથી વધુ લોકો સંક્રમિત, કુલ 47,033 લોકોના મોત

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે 13 ઓગસ્ટે સવારે 8 વાગ્યે (ભારતીય સમય) આશરે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં 23.96 લાખથી વધુ લોકોના ચેપની પુષ્ટિ થઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, કોરોના ચેપની સારવાર લઈ રહેલા 16.95 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોવિડ 19
કોવિડ 19

By

Published : Aug 13, 2020, 12:31 PM IST

હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ -19)ને કારણે 47,033 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના ચેપના કેસ નોંધાયા છે.

ભારતમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 23,96,637 પર પહોંચી ગઈ છે. જેમાંથી 6,53,622 કેસ સક્રિય છે. 16,95,982 કોરોના ચેપગ્રસ્ત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 47,033 લોકો મૃત્યુ પામ્યા છે.

જાણો રાજ્યવ્યાપી આંકડા

વિવિધ સ્થળોએ ચાલી રહેલી સારવારમાં ખૂબ જ ઝડપી ગતિએ લોકો તંદુરસ્ત થઈ રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લોકોના સ્વસ્થ થવાનો દર 60 ટકાથી વધુ છે. જો કે, આ આંકડા સતત બદલાતા રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વિવિધ રાજ્યો અને દૂરના વિસ્તારોમાં કેસની પુષ્ટિ પછી જ અંતિમ આંકડા જાહેર કરે છે.

ABOUT THE AUTHOR

...view details