હૈદરાબાદઃ ભારતમાં કોરોના વાઇરસ સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં 52,050 કેસ સામે આવ્યા છે અને 803 લોકોના મોત થયા છે. સ્વાસ્થ અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આંકડા અનુસાર ભારતના 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કોરોના વાઇરસના સંક્રમણના કેસ સામે આવ્યાં છે.
દેશભરમાં 18.55 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત, જાણો રાજ્યવાર આંકડા - ભારતમાં કોરોના વાઇરસથી મોત
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 4 ઓગસ્ટે સવારે લગભગ આઠ કલાકે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશભરમાં 18.55 લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. સરકાર અનુસાર કોરોના સંક્રમણની સારવાર કરી રહેલા 12.30 લાખથી વધુ લકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
India COVID-19 tracker
સમગ્ર ભારતમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 18,55,746 સુધી પહોંચી છે. જેમાં 5,86,298 કેસ સક્રિય છે. 12,30,510 કોરોનાથી સંક્રમિત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. જ્યારે 38,938 લોકોના મોત થયા છે. અલગ-અલગ જગ્યાએ થઇ રહેલી સારવારમાં તેજીથી લોકો સ્વસ્થ થઇ રહ્યા છે. દેશમાં દર્દીઓના સ્વસ્થ થવાનો દર 66.31 ટકા છે.
વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલાતા રહે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અલગ-અલગ રાજ્યો અને વિસ્તારોના કેસની પુષ્ટી થયા બાદ જ અંતિમ આંકડા જાહેર કરે છે.