નવી દિલ્હીઃ ચીથછી 5 લાખ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટ પ્રાપ્ત કર્યાના અમુક કલાકો બાદ ભારતના સર્વોચ્ચ ચિકિત્સા અનુસંધાન સંસ્થાન,ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે (ICMR) ગુરુવારે સાંજે આ કિટના ઉપયોગ વિશે દિશા-નિર્દેશો જાહેર કર્યા હતા.
ICMRએ કહ્યું કે, આ પરીક્ષણ કોઇ વ્યક્તિના રક્ત અથવા સીરમ અથવા પ્લાઝ્માના નમુનાઓ પર કરી શકાય છે અને પરીક્ષણનું પરિણામ 30 મીનિટમાં સામે આવે છે. સંક્રમણના સાતથી આઠ દિવસો બાદ ટેસ્ટ પોઝિટિવ આવે છે અને સંક્રમણ બાદ કેટલાય અઠવાડિયા સુધી ટેસ્ટ પોઝિટિવ આવે છે.
પરિષદે સ્પષ્ટ કરતા કહ્યું કે, કોરોના વાઇરસના સંક્રમણના નિદાન માટે આ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ICMRના અધિકારીઓએ ઇટીવી ભારત સાથને જણાવ્યું કે, અત્યાર સુધીમાં પુનેમાં NIVના 23 એન્ટીબોડી આધારિત રેપિડ ટેસ્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી 14 ટેસ્ટને સંતોષજનક મેળવવામાં આવ્યા છે.